ADVERTISEMENT
ADVERTISEMENT

સલમાન ખાન બિગ બોસ 18 માટે એક બોલિવુડ ફિલ્મના બજેટ જેટલો ચાર્જ લેશે, જુઓ ફોટો

બિગ બોસ ઓટીટી પૂર્ણ થતાં ચાહકો બિગ બોસની રાહ જોઈને બેઠા છે. કેટલાક નામની ચર્ચાઓ પણ શરુ થઈ ચૂકી છે. થોડા દિવસમાં સલમાન ખાન શોનો પ્રોમો પણ શૂટ કરશે. તો આજે આપણે જાણીએ કે, સલમાન ખાન બિગ બોસ 18 માટે કેટલો ચાર્જ લેશે.

કલર્સ ટીવીનો સૌથી વિવાદીત શો બિગ બોસ 18 ટુંક સમયમાં શરુ થવા જઈ રહ્યો છે. હવે બિગ બોસ 18ના શોને લઈ નવી માહિતી સામે આવી છે.

આ માહિતી એ છે કે, સલમાન ખાન બિગ બોસ 18 માટે મોટો ચાર્જ લઈ રહ્યો છે.

રિપોર્ટ અનુસાર બિગબોસ 17 માટે સલમાન ખાને એક વીકએન્ડના વાર માટે અંદાજે 12 કરોડ રુપિયાનો ચાર્જ લીધો હતો. એટલે કે, એક એપિસોડ અંદાજે 6 કરોડ રુપિયામાં પડ્યો છે. આ શો માટે સલમાને અંદાજે 50 કરોડ રુપિયા લીધા હતા.

ADVERTISEMENT
ADVERTISEMENT

હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, સલમાન ખાને ફરી એકવખત તેની ફી વધારી છે. બિગ બોસ 18 માટે તે દર મહિને અંદાજે 60 કરોડ રુપિયાની ફી લેશે. તમને જાણીને નવાઈ લાગશે કે, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની બ્લોકબસ્ટર ફિલ્મ સ્ત્રી 2નું બજેટ 50-60 કરોડ રુપિયા છે.

એક ફિલ્મના બજેટ જેટલી તો સલમાન ખાન માત્ર બિગ બોસ 18ના હોસ્ટિંગ માટે ચાર્જ લેશે. પરંતુ હાલમાં આ સમાચાર કેટલા સાચા છે તેના વિશે કોઈ પુષ્ટિ થઈ નથી. હવે કહેવામાં આવી રહ્યું છે કે, બિગ બોસ 18ના પ્રોમોનું શૂટિંગ ટુંક સમયમાં શરુ કરવામાં આવશે.

ADVERTISEMENT
ADVERTISEMENT

બિગ બોસ 18 માટે દરરોજ નવા નવા સ્પર્ધકના નામ સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ શોમાં અનીતા હસનંદાની, સમય રૈના, પલ્લવ સિંહ, જાન ખાન, સુરભિ જ્યોતિ અને ફેઝલ શેખ જેવા મોટા સ્ટાર પણ જોવા મળી શકે છે. હજુ સુધી કોઈ પણ સ્પર્ધકના નામની જાહેરાત ચેનલ દ્વારા કરવામાં આવી નથી.