ADVERTISEMENT
ADVERTISEMENT

સ્ત્રી 2ની શાનદાર સફળતા વચ્ચે સ્ટાર્સના ફેન્સ વચ્ચે ક્રેડિટ વોર થયું શરૂ, જુઓ ડાયરેક્ટરે શું આપ્યો જવાબ

સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. જો કે, દિવસો પસાર થતાની સાથે કમાણીના આંકડામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ કુલ કલેક્શને મોટી ફિલ્મોને માત આપી છે. ફિલ્મની શાનદાર સફળતા બાદ હવે સ્ટાર્સના ચાહકો વચ્ચે ક્રેડિટ વોર શરૂ થઈ ગઈ છે. દરેક ફેન્સ ‘સ્ત્રી 2’ની સફળતાનો શ્રેય પોતાના મનપસંદ એકટરને આપી રહ્યા છે.

2018માં ‘સ્ત્રી’ સાથે ડાયરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરનાર અમર કૌશિકે આ દિવસોમાં સાતમા આસમાન પર છે. અમર કૌશિકની ‘સ્ત્રી’ને સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે 6 વર્ષ પછી જ્યારે તેણે ‘સ્ત્રી 2’ રિલીઝ કરી છે ત્યારે લાગે છે કે તેના પર પૈસાનો ભારે વરસાદ થઈ રહ્યો છે. સ્ત્રી 2 રિલીઝના 20 દિવસ પછી પણ સિનેમાઘરોમાં સારી કમાણી કરી રહી છે. ‘સ્ત્રી 2’ વિશે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ચર્ચાઓ અટકી રહી નથી. ફિલ્મની કમાણી ભારતમાં 500 કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શવાની નજીક છે. જોકે, આ દરમિયાન સ્ટાર્સના ચાહકો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે.

એક તરફ ડાયરેક્ટર અને સ્ટાર્સ ‘સ્ત્રી 2’ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. ફિલ્મની ક્રેડિટને લઈને સોશિયલ મીડિયા પર એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. અપારશક્તિ ખુરાના પછી, ડિરેક્ટર અમર કૌશિકે તાજેતરમાં ક્રેડિટ વોર પર તેમની પ્રતિક્રિયા શેર કરી છે. તેમણે જણાવ્યું કે, આ પછી હવે સ્ટાર્સના સંબંધો કેવા છે. ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન અમર કૌશિકે ચાલી રહેલા ક્રેડિટ વોર વિશે કહ્યું કે આ બહુ સામાન્ય બાબત છે અને તે આ બાબતોથી પોતાને દૂર રાખવા માંગે છે.

ડાયરેક્ટરે કહ્યું કે, ચાહકો એ સાબિત કરવા માટે સોશિયલ મીડિયા વોરમાં જાય છે કે ફિલ્મની સફળતાનો શ્રેય તેમના મનપસંદ અભિનેતાને આપવો જોઈએ. ફિલ્મને મળી રહેલા પ્રતિસાદ વિશે વાત કરતાં અમરે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈ ફિલ્મ સારું પ્રદર્શન કરે છે, ત્યારે સ્ટાર્સ સહિત આસપાસના લોકો દરેકના મનમાં એવો વિચાર ભરી દે છે કે તેમને ફિલ્મ માટે ક્રેડિટ મળવી જોઈએ. તેથી, હું આ બધાથી દૂર રહેવા માટે વેકેશન પર ગયો હતો.

ADVERTISEMENT
ADVERTISEMENT

અમર કૌશિકે કહ્યું કે, બોક્સ ઓફિસ પર છાપ છોડ્યા પછી લોકો આવી સોશિયલ મીડિયા ગેમમાં ફસાઈ જાય છે. દિગ્દર્શકને એ પણ પૂછવામાં આવ્યું હતું કે ક્રેડિટ વોરથી કલાકારોના સંબંધો પર કેવી અસર પડી છે. જવાબ આપતા તેમણે કહ્યું કે તેમના સંબંધો સુધર્યા છે. એટલું જ નહીં, ટીમે ક્રેડિટ વોરને લઈને એક ફની વીડિયો પણ રેકોર્ડ કર્યો. ડિરેક્ટરે ફિલ્મની સફળતાનો તમામ શ્રેય સ્ટાર્સ અને ક્રૂને આપ્યો. તેમના મતે પડદા પાછળ જે લોકોએ મહેનત કરી છે તેઓ પણ આ શ્રેયને એટલા જ હકદાર છે.

VFX વર્ક અને સરકટા માટે અવાજ આપનાર ક્રૂ મેમ્બરનો ઉલ્લેખ કરતા અમર કૌશિશે કહ્યું કે આ યોગદાન વિના ફિલ્મ પર આટલી અસર થઈ ન હોત. તેથી, આ સફળતાનો શ્રેય દરેકને જાય છે. ‘સ્ત્રી 2’ એ કમાણીના મામલામાં મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આ ફિલ્મની કમાણીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.

ADVERTISEMENT
ADVERTISEMENT