ડાયાબિટીસના દર્દીને ખવડાવો આ લોટની રોટલી, બ્લડ સુગર, વજન, બીપી બધુ જ રહેશે કંટ્રોલમાં

ડાયાબિટીસ એક એવી બીમારી છે જેનાથી દુનિયાભરમાં કરોડો લોકો પ્રભાવિત હશે. ડાયાબિટીસમાં શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધી જાય છે. તેથી જ ડાયાબિટીસના દર્દીઓએ સ્વસ્થ ભોજન લેવું જોઈએ. સ્વસ્થ ભોજન ની વાત આવે તો ડાયાબિટીસના દર્દીઓ માટે કટ્ટુ અને કટ્ટુનો લોટ સૌથી વધારે ફાયદાકારક સાબિત થાય છે. કટુ એક પ્રકારનું અનાજ છે જે ડાયાબિટીસના દર્દીઓને એક નહીં પણ અનેક ફાયદા કરે છે.

શું છે કટ્ટુ અને કટ્ટુનો લોટ ?

કટ્ટુ ખાસ પ્રકારના બી હોય છે. આ બીમાંથી બનેલા લોટને કટ્ટુનો લોટ કહેવાય છે. કટ્ટુના લોટથી ડાયાબિટીસના દર્દીઓને ખૂબ જ ફાયદો થાય છે કારણ કે તે ગ્લુટન ફ્રી હોય છે. આ લોટની ખાસિયત એ છે કે તેમાં પ્રોટીન, ફાઇબર, વિટામીન અને ખનીજ તત્વ ભરપૂર માત્રામાં હોય છે.

કટ્ટુના લોટથી થતા ફાયદા

1. કટ્ટુના લોટમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે. એટલે કે તે બ્લડ સુગરને ધીરે ધીરે વધારે છે. આ લોટની બનેલી રોટલી જો ડાયાબિટીસના દર્દીઓ ખાય તો બ્લડ સુગર કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.

2. કટ્ટુનો લોટ ફાઈબરથી ભરપૂર હોય છે. આ લોટ ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રીતે કામ કરે છે. આ લોટ ખાવાથી કબજિયાત, અપચો અને અન્ય પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે.

3. કટ્ટુના લોટમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે. કટ્ટુમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. જો તમે જમવામાં કટુના લોટની બે રોટલી પણ ખાશો તો પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે પરિણામે વજન ઘટાડવામાં મદદ મળે છે.

4. કટ્ટુના લોટમાં ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા તત્વ ભરપૂર માત્રામાં હોય છે. આ લોટનું સેવન કરવાથી હાર્ટનું સ્વાસ્થ્ય સુધરે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ રાખવામાં મદદ મળે છે.

5. સૌથી મહત્વનું છે કે કટ્ટુનો લોટ શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી. )