ADVERTISEMENT
ADVERTISEMENT

જીમમાં કસરત શરૂ કરતા પહેલા કરો આ કામ, ઘટી જશે હાર્ટ એટેકનો ખતરો

લોકો ફિટ રહેવા કરતાં સ્લિમ બનવા અથવા બોડી બનાવવા માટે જિમમાં જાય છે. આ ભૂલ આજકાલ યુવાનો પર ભારે પડી રહી છે અને લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ઘણીવાર લોકો સલાહ આપે છે કે જીમ શરૂ કરતા પહેલા હૃદય સંબંધિત કેટલાંક ટેસ્ટ કરાવવા જોઈએ પરંતુ વાસ્તવમાં બહુ ઓછા લોકો આ ટેસ્ટ કરાવે છે. ત્યારે કેવી રીતે જાણવું કે હૃદય સ્વસ્થ છે અને જીમમાં કસરત કરવાથી હાર્ટ એટેકનો કોઈ ખતરો નહીં રહે.

પલ્સ રેટ તપાસો

પલ્સ રેટ એટલે કે ધબકારા ની મદદથી હૃદયના સ્વાસ્થ્યનો અંદાજ લગાવી શકાય છે. જો આરામ દરમિયાન પલ્સ રેટ 80 પ્રતિ મિનિટ રહે તો તે સંપૂર્ણપણે સામાન્ય છે. આ પલ્સ રેટની મદદથી જીમમાં પણ હૃદયના સ્વાસ્થ્યની તપાસ કરી શકો છો.

જીમમાં કસરત શરૂ કરતા પહેલા પલ્સ રેટ તપાસો

  • જો ફિટ રહેવા માટે જીમમાં જોડાયા છો, તો સૌથી પહેલા જીમમાં પલ્સ રેટ ચેક કરો.
  • જો રેસ્ટિંગ પલ્સ રેટ નોર્મલ હોય તો દસ મિનિટ ચાલવું કે જોગ કરવું.
  • તે પછી વધેલા પલ્સ રેટ તપાસો.

વૉકિંગ અથવા જોગિંગ પછી તરત જ એક મિનિટ માટે આરામ કરો અને પલ્સ રેટ ફરીથી તપાસો. પલ્સ રેટને સામાન્ય આરામ દરમાં પાછા આવવામાં લાગેલો સમય હૃદયની તંદુરસ્તી સૂચવે છે. જો સામાન્ય પલ્સ રેટ પર પાછા આવવામાં સમય લાગે અને એક મિનિટમાં માત્ર 10 કે 20 પલ્સ રેટ ઘટ્યા હોય તો તેનો અર્થ એ કે હૃદયની સ્થિતિ બરાબર નથી. ત્યારે તાત્કાલિક હાર્ટ ચેકઅપ જરૂરી છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

તે જ સમયે જો પલ્સ રેટ 30 ની આસપાસ ઘટી રહ્યો છે અને સામાન્ય રીતે પલ્સ રેટની નજીક આવી રહ્યો છે તો તે સરેરાશ હૃદયનું આરોગ્ય સૂચવે છે.

તેથી જીમમાં ભારે વર્કઆઉટ અને કસરત શરૂ કરતા પહેલા ચોક્કસપણે પલ્સ રેટને તપાસો. જેથી યોગ્ય ચેકઅપની મદદથી હૃદયના સ્વાસ્થ્યનું જોખમ ઘટાડી શકાય.

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)