એક નવદંપત્તિ બગીચામાં ફરવા ગયા.
અચાનક એક મોટો કૂતરો તેમની તરફ ઝપટ્યો.
બચવાનો કોઈ રસ્તો ન દેખાતા પતિએ તરત જ પોતાની પત્નીને ઉચકી લીધી…
જેથી કૂતરો કરડે તો તેને કરડે, તેની પત્ની નહિ.
કૂતરો એકદમ નજીક આવીને ઉભો રહ્યો.
થોડીક વાર તો ભસ્યો અને પછી પાછળની તરફ ભાગી ગયો.
પતિને હાશકારો થયો અને એ આશાએ પત્નીને નીચે ઉતારી કે
પત્ની તેને ખુશીથી ગળે લગાવી દેશે.
ત્યારે… તેની બધી આશાઓ પર પાણી ફેરવતા…
તેની પત્નીએ બૂમ પાડી…
“મે આજ સુધી લોકોને કૂતરાને ભગાડવા માટે પત્થર કે ડંડો ફેંકતા તો જોયા હતા
પણ એવો માણસ પહેલી વાર જોયો જે
કૂતરાને ભગાડવા માટે પોતાની પત્નીને ફેંકવા માટે તૈયાર હતો.”
શિક્ષાઃ ‘પરિણીત પુરુષોએ પોતાની પત્નીથી ક્યારેય પ્રશંસાની
આશા ન રાખવી જોઈએ.’..
🤣😂🤣🤣
પોતાના પતિને એક પત્નીએ
કહ્યુઃ જો, હું ન્યૂઝપેપર હોત.. અને
તમે મને રોજ પોતાના હાથોમાં લેતા.
હું તમારી નજીક હોત….
પતિ(બહુ નિર્દોષતાથી)
બોલ્યોઃ હું પણ એ જ ઈચ્છુ છુ… કે
તુ ન્યૂઝપેપર હોય..
રોજ સવારે નવી તો મળત…
🤣😂🤣🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)