હોટ સીટ પર મનુ ભાકર અને અમન સેહરાવત, ખોલ્યા અનેક રહસ્યો; અમિતાભ બચ્ચનનો ફેમસ ડાયલોગ પણ બોલી

પેરિસ ઓલિમ્પિક 2024માં 2 મેડલ જીતનાર શૂટર મનુ ભાકર આજે નાના પડદાના લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિમાં જોવા મળી હતી. તેની સાથે મેડલ વિજેતા અમન સેહરાવત પણ પહોંચ્યા હતા.

મનુ ભાકર અને અમન સેહરાવત સ્પેશિયલ એપિસોડ ‘જીત કા જશ્ન’માં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેએ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને તેમના જીવનની ઘણી યાદગાર પળો વિશે જણાવ્યું.

મનુ ભાકરે અમિતાભ બચ્ચનનો પ્રખ્યાત ડાયલોગ પણ સંભળાવ્યો હતો.

‘મોહબ્બતેં’ ફિલ્મનો ડાયલોગ બોલ્યો
એપિસોડનો પ્રમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે અમિતાભ બચ્ચનનો ફિલ્મ ‘મોહબ્બતેં’નો ફેમસ ડાયલોગ બોલે છે. વીડિયોમાં મનુ કહે છે કે મને તમારો એક ડાયલોગ યાદ આવી ગયો હતો.હું બોલું, જેના પર અમિતાભ બચ્ચન કહે છે કે જો સારી વાત હશે તો. તે પછી મનુ ફિલ્મ મોહબ્બતેંનો ફેમસ ડાયલોગ બોલે છે.

પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો હતો
22 વર્ષની ઉંમરે મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં ઈતિહાસ રચ્યો હતો. એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય એથ્લેટ છે. મનુ ભાકરે પેરિસ 2024 ઓલિમ્પિકમાં ભારત માટે પહેલો મેડલ જીત્યો હતો. તેણે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી તેણે સરબજોત સિંહ સાથે મળીને મિક્સ્ડ ટીમ 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

જ્યારે અમન સેહરાવતે કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, અને તે ભારતનો સૌથી યુવા ઓલિમ્પિક મેડલ વિજેતા બન્યો.