એશ્વર્યા-અભિષેકના છૂટાછેડાની અટકળો વચ્ચે અમિતાભ બચ્ચનની પ્રોપર્ટીની વહેંચણીની વાત સામે આવી, જાણો કોને મળશે શું?

અમિતાભ બચ્ચન અને તેનો આખો પરિવાર હાલ સમાચારમાં છવાયેલો છે. એવી અટકળો ચાલી રહી છે કે પુત્રવધૂ એશ્વર્યા રાય અને બચ્ચન પરિવારમાં બધું બરોબર નથી. જો કે એશ્વર્યા રાયને પુત્રી આરાધ્યા સાથે જલસામાં સ્પોટ કરવામાં આવી હતી.

અમિતાભ બચ્ચની સંપત્તિ આ રીતે વહેંચાશે
અમિતાભ બચ્ચને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેના મૃત્યુ પછી તેની સંપત્તિ કઈ રીતે વહેંચાશે.

વર્ષ 2011માં એક ઈન્ટરવ્યૂમાં અમિતાભ બચ્ચને પોતાની વિલમાં પોતાના બાળકોનો ઉછેર સમાન દ્રષ્ટિકોણથી કર્યો હોવાની વાત કરી હતી.

મારી સંપત્તિ બંને બાળકોને મળશે- બીગ બી
આ ઈન્ટરવ્યૂમાં જ અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, તેઓ પોતાની આખી સંપત્તિ પોતાના બાળકો શ્વેતા બચ્ચન નંદા અને અભિષેક બચ્ચન વચ્ચે સરખે ભાગે વહેંચશે. રેડિફને આપેલા એક ઈન્ટરવ્યૂમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, મેં એક વાત નક્કી કરી હતી કે હું મારા બંને બાળકોમાં કોઈ જ ભેદભાવ નહીં કરું.

‘હું મારા બાળકો વચ્ચે કોઈ ભેદભાવ નથી કરતો’
બીગ બીએ કહ્યું હતું કે, જ્યારે હું આ દુનિયામાં નહીં હોવું તો મારી પાસે જે કંઈ હશે તે મારી પુત્રી અને પુત્રને સરખે ભાગે વહેંચવામાં આવશે, કોઈ ભેદભાવ નહીં કરવામાં આવે. જયા અને મેં ઘણાં સમય પહેલા જ આ નક્કી કરી લીધું હતું. દરેક લોકો કહે છે કે દીકરી પારકું ધન હોય છે, એટલે તે પોતાના પતિના ઘરે જતી રહે છે પરંતુ મારી નજરમાં તે મારી દીકરી છે અને તેને પણ અભિષેક જેટલો જ અધિકાર છે.

પુત્રી શ્વેતા બચ્ચન નંદાને મળ્યો પ્રતીક્ષા બંગલો
ગત વર્ષે અમિતાભ બચ્ચને પોતાનો પ્રતીક્ષા બંગલો દીકરી શ્વેતા બચ્ચન નંદાના નામે કરી દીધો હતો. આ બંગલાની કિંમત 50 કરોડ રુપિયાની આસપાસ છે. આ વાતચીતમાં અમિતાભ બચ્ચને પુત્ર અભિષેક બચ્ચન સાથે પોતાના સંબંધ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ અભિષેકને એક મિત્ર જેવો માને છે.

મારો પુત્ર નહીં મારો મિત્ર છે
અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, મેં અભિષેકના જન્મ પહેલા જ નક્કી કરી લીધું હતું કે જો પુત્ર થશે તો તે માત્ર મારો પુત્ર નહીં પણ દોસ્ત હશે. જે દિવસે તેને મારા જૂતાં પહેરવાનું શરુ કર્યું તે મારો દોસ્ત બની ગયો. તેથી હવે હું તેને એક મિત્ર જ માનું છું. હું તેને ક્યારેક જ એક પુત્ર તરીકે જોવું છું.

હું એક પિતાની જેમ જ અભિષેકની ચિંતા કરું છું- બીગ બી
અભિષેક બચ્ચને વધુમાં કહ્યું હતું, હું એક પિતાની જેમ જ અભિષેકની ચિંતા કરું છું. હું એક પિતાની જેમ જ તેની સારસંભાળ રાખું છું અને હું તેને એક પિતાની જેમ જ સલાહ આપું છું પરંતુ જ્યારે અમે વાત કરીએ છીએ તો અમે મિત્રની જેમ જ વાત કરીએ છીએ.