રાયતાના શોખીનો માટે આજે લઈને આવ્યું છે ફુદીનાનું રાયતું. સરળ રીતે ઘરે બનાવવાની રીત નોધી લો.
- ફુદીનાનું રાયતું બનાવવાની સામગ્રી
- દહીં,
- ફુદીનાના પાન,
- કોથમરી,
- ખાંડ,
- મીઠું,
- સંચળ,
- શેકેલા જીરા પાઉડર,
- ડુંગળી.
ફુદીનાનું રાયતું બનાવવાની રેસિપી
સ્ટેપ-1
સૌ પ્રથમ એક બોઉલમાં જારમાં ફુદીનાના પાન,કોથમરી ધોઈને સમારી લો.
સ્ટેપ-2
હવે એક મિક્સર જારમાં ફુદીનાના પાન,કોથમરી,ખાંડ,મીઠું,દહીં ઉમેરીને પીસીને પ્યુરી બનાવી લો.
સ્ટેપ-3
હવે તેમાં શેકેલા જીરાનો પાઉડર અને એક ચપટી સંચળ નાખીને ચમચી વડે મિક્સ કરી લો.
સ્ટેપ-4
હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરીને મિક્સ કરી લો. તૈયાર છે ફુદીનાનું રાયતું તમે સર્વ કરો.