દરરોજ સાંજ પડેને જમવામાં શું બનાવવું તે દરેક ઘરમાં કોમન પ્રશ્ન હોય છે. દરેક ઘરમાં દરેક સભ્યોને અલગ-અલગ ડીશ પસંદ હોય છે, માટે કોઈ એક ડીશ પર બધા સહમત થાય તેવું ભાગ્યે જ બને છે. તમારા આ પ્રશ્ન માટે આજની રેસીપી જ જવાબ છે. દરેકને પસંદ પડે તેવું ટેસ્ટી પંજાબી પનીર મસાલાનું શાક આજે સાંજે જ ટ્રાય કરો. જેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે અને તે ઝડપથી તૈયાર પણ થઈ જાય છે.
આજે અમે આ લેખના માધ્યમથી તમને પંજાબી પનીર મસાલાનું શાક બનાવવાની સરળ રેસીપી જણાવીશું…
સામગ્રી
- 300 ગ્રામ પનીર ક્યુબ્સ
- 3 બારીક સમારેલી ડુંગળી
- 2 ટામેટાની પ્યુરી
- 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
- 2 લીલા સમારેલા મરચા
- 1/2 ચમચી ચણાનો લોટ
- 4-5 લવિંગ
- 2 તજ
- 4-5 ઈલાયચી
- 2 તજ પત્તા
- 1 ચમચી જીરું
- 1/2 ચમચી હળદર પાવડર
- 1-1.5 ચમચી ધાણા જીરા પાવડર
- 1 ચમચી કિચન કિંગ મસાલો
- 1.5 ચમચી કસુરી મેથી
- મીઠું
- પાણી
- ઘી
બનાવવાની રીત
- એક કઢાઈમાં થોડું ઘી ગરમ કરો અને તેમાં જીરું, તમાલપત્ર, ઈલાયચી, તજ, લવિંગ અને સમારેલા લીલા મરચાં ઉમેરો, તેને બરાબર હલાવો.
- ઝીણા સમારેલી ડુંગળી ઉમેરો અને તે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી હલાવો.
- તેમાં ચણાનો લોટ ઉમેરીને બરાબર શેકી લો અને તેને ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરો.
- આદુ-લસણની પેસ્ટ, ટામેટાની પ્યુરી ઉમેરીને બરાબર પકાવો.
- હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, કિચન કિંગ મસાલો અને મીઠું ઉમેરો. સારી રીતે મિક્સ કરો.
- જરૂર મુજબ પાણી ઉમેરી ગ્રેવી તૈયાર કરો. આ પનીર મસાલા રેસિપી થોડી જાડી હોય છે, તેથી થોડું પાણી ઉમેરો. ગ્રેવીને ઉકળવા દો.
- પનીરના ક્યુબ્સ ઉમેરો અને બરાબર હલાવો.
- કસુરી મેથી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ઢાબા સ્ટાઈલ પનીર મસાલા તૈયાર છે, તેને ડુંગળી, લીંબુ અને ગરમ પરાઠા સાથે સર્વ કરો.