સ્ટ્રીટ ફૂડ જેવા દાળ પકવાન બનાવો ઘરે, નોંધી લો રેસિપી

દાળ પકવાન ઘણા લોકોને પ્રિય હોય છે. અમદાવાદમાં પણ ઘણી જગ્યાના દાળ પકવાન ફેસમ છે. આજે દાળ પકવાન ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવશે.

  • દાળ પકવાન બનાવવાની સામગ્રી
  • ચણાની દાળ,
  • ઘઉંનો લોટ,
  • ઘઉંનો કરકરો લોટ,
  • ઘી,જીરું,
  • હિંગ,
  • મીઠો લીમડો,
  • અજમો,
  • કોથમરી,
  • ગરમ મસાલો,
  • મીઠું,
  • ધાણા જીરું,
  • હળદર.

દાળ પકવાન બનાવવાની રીત

સ્ટેપ-1
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, ઘઉંનો કરકરો લોટ, અજમો, મીંઠુ, ઘી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-2
હવે તેમાં થોડું થોડું પાણી નાખીને લોટ બાંધીને થોડીવાર માટે સેટ થવા દો.

સ્ટેપ-3
હવે એક બાઉલમાં ચણાની દાળ ધોઈને પ્રેશર કૂકરમાં ચણાની દાળ,મીઠું,હળદર,ઘી ઉમેરીને બાફી લો.

સ્ટેપ-4
હવે લોટમાંથી લૂઆ બનાવીને રોટલીની જેમ પકવાનને વણી લો અને એક કડાઈમાં તેલ ગરમ કરીને પકવાન નાખીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

સ્ટેપ-5
હવે પ્રેશર કૂકર ખોલી દાળમાં થોડુ પાણી ઉમેરીને મેશર વડે પીસીને વઘારીયામાં મસાલા ઉમેરીને દાળ વઘારી લો.તૈયાર છે પરફેક્ટ દાળ પકવાનની રેસિપી, તમે સર્વ કરો.