બાળકોના અલગ અલગ નામ રાખવા કેટલું યોગ્ય? જાણો શું કહે છે શાસ્ત્ર

સનાતન ધર્મમાં નામકરણ કરવું એક ધાર્મિક પ્રક્રિયા છે. બાળકોના નામ સંસ્કાર દરમિયાન ઘણા ખાસ નિયમોનું ધ્યાન રાખવામાં આવે છે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે, એક બાળકને લોકો ઘર અને સ્કૂલમાં અલગ અલગ નામોથી બોલાવવામાં આવે છે. ઘણી વખત એક બાળકના એક કે બે નામ હોય છે. બાળકોના એકથી વધુ નામ રાખવું યોગ્ય છે ખોટું, જો તમને આ અંગે કોઈ કન્ફ્યુઝન છે તો આજે જ તમારી આ મૂંઝવણ દૂર કરી લો.

બાળકોના એકથી વધુ નામ રાખવાની કોઈ પરંપરા નથી. સતયુગથી લઈ કળયુગ સુધી એના ઘણા ઉદાહરણ છે. ત્રેતાયુગમાં ભગવાન રામને એમની માતા ઘણા નામોથી બોલાવતી હતી. ત્યાં જ, દ્વાપર યુગની વાત કરીએ તો એ સમયે ભગવાન કૃષ્ણને વ્રજમાં કાન્હા, નંદલાલ, માખણચોર, નંદકિશોર, નટખટ જેવા ઘણા નામોથી બોલાવતા હતા.

દરેક નામની પડે છે અલગ અસર

જો કે આ સાચું છે કે બાળપણમાં બાળકના અલગ અલગ નામોથી એમના પર અસર તો પડે છે. કારણ એ છે કે, ઘણી વખત જ્યારે માતા અથવા સબંધી બાળકોને અલગ અલગ નામોથી બોલાવે છે તો બાળકો એમના પ્રતિ એવો જ સ્નેહ અને વ્યવહાર રાખે છે.

સમજી વિચારીને કરો નામની પસંદગી

પરંતુ જ્યારે એ મોટો થઈ સ્કૂલ અને પછી જોબ કરે છે તો એના સ્કૂલના નામના હિસાબે એનું ભવિષ્ય અને ભાગ્ય નક્કી થાય છે. એના માટે બાળકોને એક અથવા એનાથી વધુ હોઈ શકે છે પરંતુ એમના નામની પસંદગી સારી કરવી જોઈએ કારણ કે નામનો અર્થ સારો ન હોય તો એની ખરાબ અસર બાળકો પર પડે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)