રાજકુમાર રાવની ‘સ્ત્રી ૨’ પ્રભાસની ‘બાહુબલી’ને પછાડી, ટોચની ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ચુકી છેરાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ ‘ક્રી ૨’એ ૫૦૦ કરોડનો આંકડો પાર કર્યાને ૩ દિવસ વીતી ગયા છે. આ ફિલ્મની કમાણીએ બધાને ચોંકાવી દીધા છે અને હજુ પણ પોતાનો જાદુ ચલાવી રહી છે.રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી ૨’ની ઉત્તેજના ૨૩ દિવસ પછી પણ ચાલુ છે.
સામાન્ય રીતે આવી ઓછી બજેટની ફિલ્મો આટલા દિવસો પછી પણ સિનેમાઘરોમાં મજબૂત રીતે ઉભી જોવા મળે છે, મોટી ફિલ્મો પણ આવું કરી શકતી નથી. ડિરેકટર અમર કૌશિકની આ ફિલ્મે પહેલા દિવસથી જ અજાયબીઓ કરી છે. આશરે . ૫૦ કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મે દેશભરમાં . ૫૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે અને દર્શકોનો પ્રતિસાદ જોઈને નિર્માતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.’ક્રી ૨’ની વાર્તાની વાત કરીએ તો, આ વખતે ફિલ્મ ‘ક્રી ૨’માં બતાવવામાં આવેલા ચંદેરી ગામમાં સરકટાનો આતકં છે, જે વિચાર અને કામ દ્રારા નવા વિચારો ધરાવતી છોકરીઓને પસંદગીપૂર્વક છીનવી લે છે. સરકટાના આતંકમાં આખું ગામ જીવી રહ્યું છે, યારે ગત વખતની જેમ આ વખતે પણ રાજકુમાર રાવે પોતાના ગામને બચાવવા આગળ આવવું પડું છે. વાર્તામાં કોમેડી અને હોરરને એવી રીતે વણી લેવામાં આવ્યા છે કે ફિલ્મ લોકોને ગલીપચી કરે છે સાથે એટલી જ ડરાવે છે.
૫૦૭.૫૦ કરોડનું બોકસ ઓફિસ કલેકશન
એક રિપોર્ટ અનુસાર, ફિલ્મે શુક્રવારે ૪.૨૫ કરોડ પિયાની કમાણી કરી છે. એકંદરે ફિલ્મે સ્થાનિક બોકસ ઓફિસ પર ૫૦૭.૫૦ કરોડ પિયાનું કલેકશન કયુ છે.બાહુબલી’ને પછાડી નવમા નંબરે આવી ફિલ્મ જો આપણે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોની વાત કરીએ તો, ‘ક્રી ૨’ ટોપ ૧૦માં સ્થાન મેળવી ચુકી છે. આ ફિલ્મે ‘બાહત્પબલી’ની એકંદર કમાણીને પાછળ છોડી દીધી છે. આ ફિલ્મ હાલમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં નવમા નંબરે છે. જો કે, ‘સ્ત્રી ૨’ થિયેટરોમાં લાંબી ચાલશે અને તે ‘ગદર ૨’, ‘પઠાણ’, ‘એનિમલ’ અને ‘જવાન’ની કુલ સંખ્યાને પણ પાર કરી શકે છે.
ફિલ્મે ૭૨૨ કરોડનો આંકડો પાર કર્યેા
‘સ્ત્રી ૨’ના વલ્ર્ડવાઈડ કલેકશનની વાત કરીએ તો ફિલ્મે ૨૨ દિવસમાં ૭૧૭.૭૫ કરોડ પિયાનો આંકડો પાર કરી લીધો છે. ૨૩માં દિવસે તેની કમાણી ૭૨૨ કરોડ પિયાને પાર કરી ગઈ છે. આ ફિલ્મે વિદેશમાં ૧૧૭ કરોડ પિયાનો આંકડો પાર કરી લીધો છે. યારે ભારતમાં ગ્રોસ કલેકશન . ૬૦૦.૭૫ કરોડને પાર કરી ગયું છે.