ADVERTISEMENT
ADVERTISEMENT

આજે સ્વાદ માણો મકાઈના ઢોકળાનો, નોંધી લો સરળ રેસિપી

ઢોકળા તો બધાને ભાવતા હોય છે. અલગ અલગ સ્ટાઈલમાં ઘણી રીતે ઢોકળા બનતા હોય છે. આજે મકાઈના ઢોકળા કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
  • મકાઈના ઢોકળા બનાવવાની સામગ્રી
  • એક વાટકો રવો
  • અડધો વાટકો દહીં.
  • લીલી મકાઈ
  • મીઠું
  • તેલ
  • લસણ
  • આદુ
  • કોથમરી
  • મકાઈના ઢોકળા બનાવવાની રીત
  • એક તપેલીમાં રવો લો.
  • તેમા ખાટું દહીં ઉમેરો. બન્નેને બરાબર મિક્સ કરો. તેમા એક કપ પાણી ઉમેરો. પછી તેને ઢાંકી 10 મિનિટ માટે મૂકી દો.
  • હવે એક મિક્સર જારમાં મકાઈના દાણા, આદુનો ટૂકડો, લીલું મરચું, પાંચ લસણની કળી ઉમેરી તેને કરકરી પીસી લો.
  • આ પેસ્ટ બેટરમાં ઉમેરો પછી તેમા કાચા માકાઈના અડધો વાટકો દાણા પણ ઉમેરો.

    સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી દો.
  • પછી તેમા હળદર, તેલ, લીંબોનો રસ અને પાણી ઉમેરી મિક્સ કરો. સમારેલી કોથમરી મિક્સ કરી દો.
  • ઢોકળીયામાં પાણી મૂકી ગેસ પર મૂકો પછી ઢોકળાની પ્લેટ પર તેલ લગાવી, બેટર તેના પર પાથરો. ઉપર લાલ મરચું પાવડર ઉમેરી દો.
  • પછી 15 મિનિટ આ બેટરને બાફો. પછી પ્લેટ ઠંડી થવા દો.
  • પછી વધાર માટે કઢાઈમાં તેલ લો, તેમા રાઈ, જીરું, હીંગ, સફેદ તલ ઉમેરો. પછી તેને ઢોકળાની પ્લેટ પર રેડો. અને ચપ્પાની મદદથી ઢોકળા પાડી દો. તો તૈયાર છે મકાઈના ઢોકળા.