બાળકોથી લઈને મોટેરાઓ સીધી પીઝા બધાને ફેવરિટ હોય છે. પીઝા એવી વસ્તુ છે જેનું નામ સાંભળતા જ તમામના મોઢામાં પાણી આવી જાય છે.
ફેમસ સ્ટાઇલના પીઝા બનાવવાની સામગ્રી
- 1 કપ સમારેલી ડુંગળી,
- 1 કપ સમારેલા કેપ્સિકમ,
- 1 કપ ટમેટા સોસ,
- 6 પીઝાના તૈયાર રોટલા,
- 1/4 કપ બટર,
- 250 ગ્રામ ચીઝ.
ફેમસ સ્ટાઇલના પીઝા બનાવવાની રીત
સ્ટેપ- 1
સૌ પ્રથમ ડુંગળી અને કેપ્સિકમ એકદમ ઝીણા સમારી લો.
સ્ટેપ- 2
હવે ઓવનને પ્રી હીટ કરવા રાખો અને પીઝાના રોટલા પર બેઉ બાજુ બટર લગાવીને ઓવનમાં મૂકો.
સ્ટેપ- 3
ઓવનમાં 7 થી 10 મિનિટ બેક કરીને પીઝાને ક્રસ્ટ કડક અને બ્રાઉન કરી લો.
સ્ટેપ- 4
હવે આ કડક થયેલી સાઇડની ઉપર 2 ટેબલસ્પૂન ટોમેટો કેચ અપ સ્પ્રેડ કરીને ઉપર ડુંગળી અને કેપ્સિકમ નાખીને ફરી પીઝાને ઓવનમાં બેક કરો. હવે બહાર કાઢીને ઉપર ચીઝ છીણીને ગાર્નિશ કરીને સર્વ કરો.