ADVERTISEMENT
ADVERTISEMENT

ઘરે મોમોસ બનાવવું એકદમ સરળ, ટ્રાય કરો આ સ્વાદિષ્ટ રેસિપી, ભૂલી જશો બહારનું ખાવાનું

મોમોઝ ખૂબ જ ટેસ્ટી નાસ્તો છે. તેને દરેક લોકો ખાવાનું પસંદ કરે છે, બાળકોને તો મોમોઝ ખૂબ જ ફેવરિટ હોય છે. એવામાં બહારથી લાવવાને બદલે તમે ઘરે જ એકદમ ટેસ્ટી મોમોઝ બનાવી શકો છે. તેને બનાવવાની રેસિપી પણ એકદમ સરળ છે. આજે અમે તમને મોમોઝ બનાવવાની જે રેસિપી જણાવીશું, ચાલો જાણીએ મોમોઝ બનાવવાની રેસિપી…

સામગ્રી

ADVERTISEMENT
ADVERTISEMENT
  • 1 કપ મેદાનો લોટ
  • 1 કપ છીણેલી કોબી
  • 1 કપ છીણેલું ગાજર
  • 1 કપ બારીક સમારેલા કેપ્સિકમ
  • 1 કપ સમારેલી ડુંગળી
  • 1 ચમચી કાળા મરીનો પાવડર
  • 1 આદુની પેસ્ટ
  • 2 ચમચી તેલ
  • સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • વેજ મોમોઝ બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં એક કપ મેદાનો લોટ લો. તેમાં મીઠું અને એક ચમચી તેલ નાખીને પાણીની મદદથી સારી રીતે મસળી લો.
  • હવે લોટને કપડામાં લપેટીને 10 મિનિટ માટે થોડો નરમ થવા માટે રાખો. આમ કરવાથી લોટ થોડો નરમ થઈ જશે.
  • હવે એક કડાઈમાં એક ચમચી તેલ નાખો અને ડુંગળી થોડીક બ્રાઉન થાય એટલે તેમાં સમારેલા અને છીણેલા શાકભાજી, આદુની પેસ્ટ, ઉમેરો. કાળા મરી પાવડર અને મીઠું સારી રીતે મિક્સ કરો.
  • શાકભાજીને ઢાંકીને થોડીવાર પકાવો, પછી આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લો અને થોડી વાર ઠંડુ થવા દો.
  • હવે લોટમાંથી એક બોલ બનાવો અને તેને પુરીના આકારમાં ફેરવો અને તેના પર સ્ટફિંગ માટે થોડું મિશ્રણ મૂકો અને તેને મોદકની જેમ ફોલ્ડ કરો.
  • ત્યારબાદ તમે સ્ટીમિંગ માટે ઈડલી સ્ટેન્ડની મદદ લઈ શકો છો. આમાં તમારે મોમોઝને સ્ટીમ કરવા માટે તેને 10થી 12 મિનિટ માટે ઢાંકીને રાખવા પડશે.
  • આ પછી મોમોઝને પ્લેટમાં કાઢી લો અને લાલ મરચાની ચટણી અથવા મેયોનીઝ સાથે સર્વ કરો.