100 વર્ષ પછી ગણેશ ચતુર્થી પર બન્યો અદભુત સંયોગ: આ રાશિના જાતકો પર થશે અપાર ધનવર્ષા

હિન્દુ ધર્મના ધાર્મિક કાર્યના પ્રથમ વંદનીય દેવ ગણપતિ ગજાનંદ, દેવાધિ દેવ શંકર-પાર્વતીના પુત્ર અને સૌના પ્રિય વિધ્નહર્તા એવા વક્રતુંડ મહાકાય આપણા આંગણે પધારી રહ્યાં છે. ગણેશ મહોત્સવ-ભારતનો એક એવો તહેવાર છે કે જેની શરૂઆત દેશના લોકોને જોડવા માટે, એક કરવા માટે, એકતા અને ભાઈચારો ઉભો કરવા માટે થઈ હતી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા હવે આસ્થા અને અપાર શ્રધ્ધાનું રૂપ લઈ ચૂકી છે.

2024માં પણ હર્ષોઉલ્લાસથી ગણપતિ પૂજન માટે ગણેશ ભક્તો થનગની રહ્યાં છે. અનેરા ઉત્સાહ, પ્રેમ અને આદર સાથે ભક્તો બાપ્પાને આવકારવા આતુર છે અને બસ હવે ગણતરીના કલાકોમાં દેશભરના હજારો પંડાલો અને કરોડો ઘરોમાં બાપ્પાની સ્થાપના કરીને 10 દિવસ સુધી પૂજા-આરતી-વંદના કરવામાં આવશે.

2024માં ગણેશ મહોત્સવ 7મી સપ્ટેમ્બર, શનિવારથી શરૂ થયો છે. ભાદરવા માસની ગણેશ ચતુર્થીથી આ મહોત્સવનો શુભારંભ થયો છે. જોકે આ વર્ષે ભાદ્રપદ શુક્લ ગણેશ ચતુર્થી ખૂબ જ ખાસ છે કારણકે 100 વર્ષ પછી ગણેશ ચતુર્થી પર એક દુર્લભ સંયોગ બન્યો છે. આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, બ્રહ્મ યોગ અને ઈન્દ્ર યોગનો સમન્વય છે. તેમજ સ્વાતિ અને ચિત્રા નક્ષત્ર પણ રહેશે.

આ વર્ષે ભક્તોને ગણેશ ચતુર્થી પર ગણેશની સ્થાપના અને પૂજા માટે ખૂબ જ શુભ સમય મળશે. તેમજ 3 રાશિના લોકો માટે ગ્રહો અને નક્ષત્રોની આ સ્થિતિ ખૂબ જ શુભ રહેશે. સંકેત મળી રહ્યાં છે કે આ લોકોને અપાર ખુશી-સમૃદ્ધિ મળશે અને ગણેશ ઉત્સવની સાથે જ આ લોકોના જીવનમાં પણ ઉજવણીનો સમયગાળો શરૂ થઈ જશે.

કન્યા રાશિ :

કન્યા રાશિના લોકોના જીવનમાં ગણેશ ઉત્સવ ધન અને સમૃદ્ધિની અપાર વૃદ્ધિ લાવશે. તમારી બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે. કરિયરમાં અત્યાર સુધી જે સમસ્યાઓ હતી તે તમામ દૂર થશે. રોકાણ માટે પણ આ સારો સમય છે. એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી પૈસા આવશે.

કર્ક રાશિ :

કર્ક રાશિના જાતકોના જીવનમાં પણ ગણેશ ઉત્સવ સાથે ભવ્ય ઉજવણી શરૂ થઈ શકે છે. આ લોકોને અઢળક ધનપ્રાપ્તિ પ્રાપ્ત થશે. તેમનું કામકાજ ખૂબ જ સારી રીતે ચાલશે. સમાજમાં માન-મોભો-પ્રતિષ્ઠા વધશે.

વૃષભ રાશિ :

સૌથી છેલ્લી અને મહત્વની રાશિ છે-વૃષભ. આ રાશિના જાતકો માટે ગણેશ ચતુર્થી ખૂબ જ શુભ ફળ આપશે. એક પછી એક તમારા બધા મનોવાંચ્છિત કામ પૂરા થશે. વેપારી વર્ગને મોટો ફાયદો થશે. નવું કાર્ય શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. ધન-સંપત્તિમાં વધારો થશે. જીવનમાં ખુશીઓ આવશે અને લાંબાગાળા સુધી ટકશે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)