હિંદુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. ગણપતિને જ્ઞાનના સ્વામી, વિઘ્નોનો નાશ કરનાર, બુદ્ધિ અને સમૃદ્ધિનો સ્વામી પણ કહેવામાં આવે છે. હાલમાં દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2024) થી શરૂ થયેલો આ તહેવાર 10 દિવસ સુધી અનંત ચતુર્દશીના દિવસ સુધી ચાલશે.
ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિના કેટલાક શ્લોકનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને બાપ્પા પણ તેનાથી પ્રસન્ન થાય છે.
આજે અમે તમને ભગવાન શ્રી ગણેશના સંસ્કૃત શ્લોકો વિશે જણાવવા જઈ રહ્યા છે. ગણપતિ ઉત્સવ દરમિયાન આ શ્લોકોનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે.
ગણેશજીના સંસ્કૃત શ્લોક (Ganesh Ji Sanskrit Shlok)
- वक्र तुंड महाकाय, सूर्य कोटि समप्रभ:।
निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा।। - एकदंताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दंती प्रचोदयात्।
- पुराणपुरुषं देवं नानाक्रीडाकरं मुद्रा।
मायाविनां दुर्विभावयं मयूरेशं नमाम्यहम्॥ - गजाननाय महसे प्रत्यूहतिमिरच्छिदे।
अपारकरुणापूरतरङ्गितदृशे नमः।। - लम्बोदराय वै तुभ्यं सर्वोदरगताय च।
अमायिने च मायाया आधाराय नमो नमः॥ - एकदन्तं महाकायं लम्बोदरगजाननम्ं।
विध्ननाशकरं देवं हेरम्बं प्रणमाम्यहम्।।
- केयूरिणं हारकिरीटजुष्टं चतुर्भुजं पाशवराभयानिं।
सृणिं वहन्तं गणपं त्रिनेत्रं सचामरस्त्रीयुगलेन युक्तम्।। - रक्ष रक्ष गणाध्यक्ष रक्ष त्रैलोक्यरक्षकं।
भक्तानामभयं कर्ता त्राता भव भवार्णवात्।। - मायातीताय भक्तानां कामपूराय ते नमः।
- सोमसूर्याग्निनेत्राय नमो विश्वम्भराय ते॥
- अमेयाय च हेरम्ब परशुधारकाय ते ।
- मूषक वाहनायैव विश्वेशाय नमो नमः।।
- त्रिलोकेश गुणातीत गुणक्षोम नमो नमः।
- त्रैलोक्यपालन विभो विश्वव्यापिन् नमो नमः॥
- अनामयाय सर्वाय सर्वपूज्याय ते नमः।
- सगुणाय नमस्तुभ्यं ब्रह्मणे निर्गुणाय च॥
- सृजन्तं पालयन्तं च संहरन्तं निजेच्छया।
- सर्वविध्नहरं देवं मयूरेशं नमाम्यहम् ॥
- पार्वतीनन्दनं शम्भोरानन्दपरिवर्धनम्।
- भक्तानन्दकरं नित्यं मयूरेशं नमाम्यहम्॥
ગણેશ શ્લોકનો પાઠ કરવાથી શું ફાયદો થાય છે?
- ગણેશ શ્લોક દ્વારા બાપ્પા પ્રત્યે ભક્તિ અને આદર વ્યક્ત કરી શકાય છે.
- માનવામાં આવે છે કે,શ્લોક ગાવાથી ગણેશજી પ્રસન્ન થાય છે.
- કહેવાય છે કે ગણેશજીના શ્લોકનો પાઠ કરવાથી જીવનની તમામ અવરોધો દૂર થાય છે.
- ગણેશજીના શ્લોકના પાઠ કરવાથી બુદ્ધિ અને જ્ઞાન વધે છે.
- હિંદુ ધર્મમાં ગણેશજીને સફળતાના દેવતા માનવામાં આવે છે, તેથી તેમના શ્લોકોનો પાઠ કરવાથી તમામ કાર્યોમાં સફળતા મળે છે.
- ગણેશજીના શ્લોક વાંચવાથી મન શાંત અને તણાવમુક્ત બને છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ. )