બોલીવૂડમાંથી અગ્રણી હસ્તીઓ અત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે શાનદાર ઉત્સવમાં સામેલ થઈ રહ્યા છે અને પૂજા-અર્ચના કરી રહ્યા છે. આ દરમિયાન બોલીવૂડ અભિનેતા આમિર ખાને તાજેતરમાં જ તેમના બહેન નિખાતના ઘરે ગણેશ ચતુર્થી ઉત્સવમાં ભાગ લેવા માટે પરિવાસ સાથે પહોંચ્યા હતા.
આમિર ખાતે ખાસ કરીને તેમની બહેનના પરિવાર સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી અને દિકરા આઝાદ સાથે બાપ્પાની પૂજા કરી.
સોશિયલ મીડિયા પર આ અંગેની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી છે.
#AamirKhan celebrates #GaneshChaturthi with family pic.twitter.com/LPLMW8TsI2
— Irina Romanova (@Sabrina_AKF) September 8, 2024
આમિર ખાને બહેનના ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી
બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન તેની બહેન નિખાત અને તેના પતિ સંતોષ સાથે તેમના ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવા માટે જોડાયા હતા. આ દરમિયાન આમિરે તેની બહેન અને તેના પતિ સંતોષ હેગડે સાથે મુંબઈમાં તેમના ઘરે તહેવારની ઉજવણી કરી હોવાની ઘણી તસવીરો સામે આવી છે. ગણેશ પૂજા સેરેમનીની તસવીરોમાં આમિર ગણેશ પૂજામાં મગ્ન જોવા મળે છે. તે તેની બહેન અને તેના પરિવાર સાથે પૂજા કરતો જોવા મળે છે.