ભારતની ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીવી સિરિયલના જાણીતા અભિનેતાનું મૃત્યુ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi fame Actor Vikas Sethi passed away) થતાં ટીવી ઉદ્યોગને મોટો આઘાત લાગ્યો છે. 2000 ના દાયકામાં ભારતીય ટેલીવિઝનના ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય સિરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ના અભિનેતા વિકાસ સેઠીનું નિધન થયું છે.
આ સમાચારને લઈને તેમના ચાહકોને પણ મોટો આઘાત લાગ્યો છે.
‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’, ‘કહીં તો હોગા અને કસૌટી ઝિંદગી કી’ જેવા અનેક ટીવી જેવા શો સાથે ભારતના ઘર-ઘરમાં પ્રખ્યાત બનેલા ઍક્ટર વિકાસ સેઠીનું (Kyunki Saas Bhi Kabhi Bahu Thi fame Actor Vikas Sethi passed away) આઠમી સપ્ટેમ્બર રવિવારના રોજ નિધન થયું હતું. મીડિયા અહેવાલો અનુસાર વિકાસનું કાર્ડિયાક અરેસ્ટને લીધે અવસાન થયું હતું. જો કે તેના નિધન બાબતે શોકગ્રસ્ત પરિવાર દ્વારા હજી સુધી કોઈપણ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
ઇન્સ્ટાગ્રામ પર વિકાસની છેલ્લી પોસ્ટ આ વર્ષે મે મહિનામાં શૅર કરવામાં આવી હતી અને છેલ્લા કેટલાક મહિનાથી વિકાસ સોશિયલ મીડિયા (Kyunki Saas Bhi Kabhi Bahu Thi fame Actor Vikas Sethi passed away) પર ઇનેક્ટિવ પણ રહ્યો હતો. વિકાસના નિધનના સમાચાર વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં શોક મેસેજ સેન્ડ કર્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું “બહુ જલ્દી ચાલ્યો ગયો…તેના બે નાના બાળકો છે,” તો બીજા યુઝરે લખ્યું, “ઓમ શાંતિ! તે ખૂબ જ સુંદર હતો, તેને ઘણા શો અને મ્યુઝિક વીડિયોમાં જોયો છે! આ દુઃખદ છે…”