પિતૃપક્ષમાં શ્રાદ્ધ કર્મ અને પિંડદાનનું વિશેષ મહત્વ છે. ભારતમાં અનેક તીર્થ સ્થળોએ પિતૃ દોષ શાંતિ માટે શાસ્ત્રો અનુસાર કરવામાં આવેલ પિંડદાન અને શ્રાદ્ધ કર્મ સૌથી વધુ માન્ય છે. ત્યારે આજે અમે તમને શ્રાદ્ધ કર્મ માટે 14 સ્થાનો વિશે જણાવવા જઈ રહ્યા છે, જેનું વિશેષ મહત્વ છે.
ગયા, બિહાર
આ ભારતનું મુખ્ય પિતૃ તીર્થ છે.
પુરાણો અનુસાર, પિતૃઓ કામના કરે છે કે તેમના વંશમાં કોઈ એવો પુત્ર હોવય જે જે ગયા જઈને તેમનું શ્રાદ્ધ કરે. ગયામાં પિંડ દાનથી પિતૃઓને અક્ષય તૃપ્તિ પ્રદાન કરે છે.
કુરુ ક્ષેત્ર (પેહેવા)
પંજાબના અંબાલા જિલ્લામાં સરસ્વતીના જમણા કિનારે આવેલું આ તીર્થ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
કાશી (મણિકર્ણિકા ઘાટ)
આ પુરી ભગવાન શંકરના ત્રિશૂળ પર સ્થિત છે અને પ્રલયમાં પણ તેનો નાશ થતો નથી. અહીં શ્રાદ્ધ અને પિતૃ તર્પણ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થઈને તમામ સુખ આપે છે.
અયોધ્યા
અયોધ્યા સપ્ત પુરીઓમાં પ્રથમ માનવામાં આવે છે. અહીં સરયુ નદી પર પિતૃ તર્પણ અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે.
દેવ પ્રયાગ, ઉત્તરાખંડ
અહીં ભાગીરથી અને અલકનંદાનો સંગમ છે. અહીં પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ વગેરે કરવામાં આવે છે.
ઉજ્જૈન, મધ્ય પ્રદેશ
અહીં વહેતી શિપ્રા નદી ભગવાન વિષ્ણુના શરીરમાંથી નીકળી હોવાનું માનવામાં આવે છે, જેના પર ઘણા ઘાટો પર મંદિરો બનાવવામાં આવ્યા છે, મહાકાલના આ સ્થાન પર શ્રાદ્ધ કરવાથી પૂર્વજો સંપૂર્ણ રીતે સંતુષ્ટ થાય છે.
બદ્રીનાથ (બ્રહ્મ કપાલ શિલા)
અલકનંદા નદીના કિનારે બ્રહ્મ કપાલ (કપાલ મોચન) તીર્થ છે. અહીં પિંડદાન કરવામાં આવે છે.
હરિદ્વાર (હરકી પૈડી)
અહીં સપ્ત ગંગા, ત્રિ-ગંગા અને શક્રાવર્તમાં વિધિપૂર્વક દેવ ઋષિ અને પિતૃ તર્પણ કરનાર પુણ્યલોકમાં પ્રતિષ્ઠિત હોય છે. ત્યારબાદ કનખલમાં પવિત્ર સ્નાન કરવામાં આવે છે.
જગન્નાથપુરી, ઓડિશા
ભારતના ચાર પવિત્ર ધામોમાંનું એક જગન્નાથપુરી છે. આ વિસ્તાર શ્રાદ્ધ અને પિતૃ કર્મ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
પુષ્કર, અજમેર (રાજસ્થાન)
અહીંના મોટા ભાગના લોકો હરિદ્વાર વગેરે જેવા તીર્થસ્થાનો પર અસ્થિ વિસર્જન કર્યા પછી પુષ્કર આવીને પિંડ દાન કરે છે.
મથુરા (ધ્રુવ ઘાટ)
મથુરામાં યમુનાના કિનારે આવેલા 24 મુખ્ય ઘાટોમાંથી એક ધ્રુવ ઘાટ છે. તેની નજીક, ધ્રુવ ટેકરા પર એક નાનકડા મંદિરમાં ધ્રુવજીની મૂર્તિ છે. પિતૃ તર્પણ માટે તે મુખ્ય સ્થાન માનવામાં આવે છે.
પ્રયાગરાજ, અલ્હાબાદ
અહીં શ્રાદ્ધ અને પિતૃ તર્પણ કરવાથી ઘણું પુણ્ય મળે છે.
સિદ્ધપુર, ગુજરાત
અહીં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને સંપૂર્ણ સંતોષ મળે છે.
દ્વારકાપુરી, ગુજરાત
ભગવાન શ્રી કૃષ્ણનો વાસ હોવાથી અહીં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને સંપૂર્ણ સંતોષ મળે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)