17 સપ્ટેમ્બરથી શરૂ થશે પિતૃ પક્ષ, અહીં મેળવી લો શ્રાદ્ધની સાચી તિથિ, મહત્વ અને તારીખ

હિંદુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર, પિતૃ પક્ષ દરમિયાન લોકો પિતૃઓની મુક્તિ અને મોક્ષ માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ વગેરે કરે છે. આમ કરવાથી પિતૃઓ સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને કીર્તિનો આશીર્વાદ આપે છે. શ્રાદ્ધ દરમિયાન પિતૃ લોકમાંથી પૂર્વજો પૃથ્વી પર આવે છે. ત્યારે જાણો પિતૃ પક્ષની સાચી તિથિ, મહત્વ અને તારીખો.

પિતૃ પક્ષ 2024 તારીખ (Pitru Paksha 2024 Date)

  • હિંદુ પંચાંગ પ્રમાણે, ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાની તિથિ 17 સપ્ટેમ્બરના રોજ સવારે 11:44 મિનિટથી શરૂ થઈ રહી છે, જે 18 સપ્ટેમ્બરના રોજ સવારે 8:04 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યા છે.
  • અશ્વિન મહિનાની અમાવસ્યા તિથિ 1 ઓક્ટોબરે રાત્રે 9:39 કલાકે શરૂ થઈ રહી છે, જે 3 ઓક્ટોબરના રોજ સવારે 12:19 કલાકે સમાપ્ત થશે. ત્યારે આ વર્ષે પિતૃ પક્ષ 2 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, શ્રાદ્ધ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે.

શ્રાદ્ધ 2024 તિથિઓ – Shradh 2024 Tithi

તારીખવારતિથિ
17 સપ્ટેમ્બરમંગળવારપૂર્ણિમા શ્રાદ્ધ
18 સપ્ટેમ્બરબુધવારપ્રતિપદા શ્રાદ્ધ
19 સપ્ટેમ્બરગુરુવારદ્વિતિયા શ્રાદ્ધ
20 સપ્ટેમ્બરશુક્રવારતૃતીયા શ્રાદ્ધ
21 સપ્ટેમ્બરશનિવારચતુર્થી શ્રાદ્ધ, મહાભારણી
22 સપ્ટેમ્બરરવિવારપંચમી શ્રાદ્ધ
23 સપ્ટેમ્બરસોમવારષષ્ઠી શ્રાદ્ધ, સપ્તમી શ્રાદ્ધ
24 સપ્ટેમ્બરમંગળવારઅષ્ટમી શ્રાદ્ધ
25 સપ્ટેમ્બરબુધવારનવમી શ્રાદ્ધ, માતૃ નવમી
26 સપ્ટેમ્બરગુરુવારદશમી શ્રાદ્ધ
27 સપ્ટેમ્બરશુક્રવારએકાદશી શ્રાદ્ધ
29 સપ્ટેમ્બરરવિવારદ્વાદશી શ્રાદ્ધ, માઘ શ્રાદ્ધ
30 સપ્ટેમ્બરસોમવારત્રયોદશી શ્રાદ્ધ
1 ઓક્ટોબરમંગળવારચતુર્દશી શ્રાદ્ધ
2 ઓક્ટોબરબુધવારઅમાવસ્યા શ્રાદ્ધ, સર્વ પિતૃ અમાવસ્યા

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)