હાલ દેશભરમાં ગણેશ ઉત્સવનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દસ દિવસ બાદ અનંત ચતુર્દશી એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ ગણેશ મૂર્તિનું વિસર્જન (Ganesh Visarjan 2024) કરવામાં આવશે. જે રીતે ઘરમાં ગણેશજીની સ્થાપના શુભ મુહૂર્ત અને વિધિપૂર્વક કરવામાં આવે છે. તેવી જ રીતે લંબોદરની મૂર્તિનું યોગ્ય રીતે વિસર્જન કરવાથી આખું વર્ષ ગણપતિજીની કૃપા બની રહે છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
ત્યારે જાણો ગણેશ વિસર્જનની વિધિ, મંત્ર અને આરતી.
ક્યારે છે ગણેશજીનું વિસર્જન?
પંચાંગ અનુસાર, અનંત ચતુર્દશી 16 સપ્ટેમ્બરના રોજ બપોરથી શરૂ થઈને 17 સપ્ટેમ્બરના રોજ બપોરે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર, અનંત ચતુર્દશી તિથિ 17 સપ્ટેમ્બરના રોજ માન્ય રહેશે. આ દિવસે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. આ દિવસે ગણપતિ વિસર્જન માટે 4 શુભ ચોઘડિયા મુહૂર્ત હશે. આ મુહૂર્તોમાં ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવું શુભ રહેશે.
ગણેશ વિસર્જન શુભ મુહૂર્ત
- ચતુર્દશી તિથિ શરૂઆત – 16 સપ્ટેમ્બર, 2024ના રોજ 15:10 વાગ્યે
- ચતુર્દશી તિથિ સમાપ્તી – 17 સપ્ટેમ્બર, 2024ના રોજ 11:44 વાગ્યે
- સવારનું મુહૂર્ત (ચર, લાભ, અમૃત) 09:11 થી 13:47
- બપોરનું મુહૂર્ત (શુભ) – 15:19 થી 16:51
- સાંજનું મુહૂર્ત (લાભ) – 19:51 થી 21:19
- રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચર) 22:47 થી 03:12, 18 સપ્ટેમ્બર
ગણેશ વિસર્જનની વિધિ
- સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો.
- પૂજા ઘરની સફાઈ કરો.
- બાપ્પાનો જળાભિષેક કરો.
- ભગવાનને પીળા ચંદન ચઢાવો.
- ફૂલ, ચોખા, દુર્વા અને ફળ અર્પણ કરો.
- ધૂપ અને ઘીનો દીવો કરીને આરતી કરો.
- ગણેશજીને મોદક અર્પણ કરો.
- છેલ્લે ક્ષમા પ્રાર્થના કરો.
- ત્યારબાદ ધામધૂમથી શુભ મુહૂર્તમાં બાપ્પાનું વિસર્જન કરો.
- આ સાથે જ આવતા વર્ષે તેમને ફરીથી ઘરે લાવવાની કામના કરો.
ગણેશ વિસર્જન મંત્ર
ગણેશ વિસર્જન દરમિયાન બાપ્પાને વિદાય આપતી વખતે આ મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિને ગણપતિજીના આશીર્વાદ મળે છે, જેનાથી ભક્તના જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
- ॐ यान्तु देवगणा: सर्वे पूजामादाय मामकीम्।
इष्टकामसमृद्धयर्थं पुनर्अपि पुनरागमनाय च॥ - ऊँ मोदाय नम:
ऊँ प्रमोदाय नम:
ऊँ सुमुखाय नम:
ऊँ दुर्मुखाय नम:
ऊँ अविध्यनाय नम:
ऊँ विघ्नकरत्ते नम:
મનોકામના પૂર્તિ ગણેશ મંત્ર
ओम गं गणपतये नमो नमः
ગણેશજીની આરતી
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા ।
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ।।
એકદંત દયાવંત ચાર ભુજાધારી ।
માથે પર તિલક સોહે મૂસે કી સવારી ।।
પાન ચઢે ફૂલ ચઢે ઔર ચઢે મેવા ।
લડ્ડુઓન કો ભોગ લગે સંત કરે સેવા ।।
અંધન કો આંખ દેત કોઢિન કો કાયા ।
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ।।
સૂર શ્યામ શરણ આયે સફલ કીજ સેવા ।
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ।।
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)