ADVERTISEMENT
ADVERTISEMENT

સવારના નાસ્તમાં મગનું સેવન કરવાથી થશે અનેક ફાયદાઓ

મગ ખાવામાં જેટલા સ્વાદિષ્ટ છે તેટલા જ ગુણકારી પણ છે. મગના સેવનથી શરીરને એક નહી અનેક ગણા ફાયદાઓ છે. મગમાં કોપર, પ્રોટીન,ફોલેટ,આયરન,ફાઇબર, વિટામિન, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન, પોટેશિયમ, રાઇબોફ્લોવિન સહિતના પોષક તત્વો હાજર હોય છે. મગને ઇમ્યુનિટી બૂસ્ટર ગણવામાં આવે છે. મગના સેવનથી રોગપ્રતિકારશક્તિ વધે છે અને તે મજબૂત બને છે.

તેથી જ ડૉકટર કોઈ પણ બિમાર વ્યક્તિ હોય તેને મનનું સેવન કરવાનું સલાહ આપે છે. ફણગાવેલા કે પલાળેલા બન્ને મગ સ્વાથ્ય માટે ખુબ સારા છે. પલાળેલા મનનું પાણી પણ સ્વાથ્ય માટે સારું ગણવામાં આવે છે.

કઠોળમાં મગને વિશેષ મહત્વ આપવામાં આવે છે. સવારના નાસ્તામાં પલાળેલા મગનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે મગ રોગ પ્રતિકારક વધારે છે. મગ અનેક ગુણોથી ભરપુર છે. મગમાં કેલેરી ઓછી માત્રામાં હોય છે. જેથી તેને ખાવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે અને તેના અનેક ફાયદાઓ પણ છે.

ADVERTISEMENT
ADVERTISEMENT
  • મગ ખાવાથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે. જેનાથી ડાયાબિટીસનો ખતરો ટળે છે.
  • ફણગાવેલા મગમાં પોલીફીનોલ્સ હોય છે. જે આપણા શરીરમાં કેન્સર સામે રક્ષણ કરે છે.
  • માગમાં એન્ટીઈન્ફલામેટરીના ગુણો હોય છે. જે આર્થએટીસની અસરને ઓછી કરવામાં મદદ કરે છે.
  • મગ ખાવાથી ઈમ્યુનિટી સ્ટ્રોંગ બને છે. જેનાથી બીમારીઓ સામે રક્ષણ મળે છે.
  • ફણગાવેલા મગ ખાવાથી શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળી જાય છે અને સ્કિનમાં નિખાર આવે છે.
  • ફણગાવેલા મગમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી ડાયજેશન ઈમપ્રુવ થાય છે.
  • ફણગાવેલા મગના પ્રોટીન વધુ પ્રમાણમાં હોવાથી આપણા શરીરના મસલ્સ મજબૂત બને છે.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)

ADVERTISEMENT
ADVERTISEMENT