પિતૃ પક્ષમાં ભૂલથી પણ આ વસ્તુની ન કરો ખરીદી, પિતૃ થઈ શકે છે નારાજ

આ વખતે શ્રાદ્ધ એટલે કે પિતૃ પક્ષની શરૂઆત 17 સપ્ટેમ્બરથી થઈ રહી છે. પણ શું તમે જાણો છો કે આ સમયે અમુક ચીજોની ખરીદી ન કરવી જોઈએ, નહિ તો પિતૃઓ નારાજ થઈ જાય છે.

  • પિતૃ પક્ષ દરમિયાન ભૂલથી પણ લોખંડના સામાન ન ખરીદવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જો આ સમયે લોખંડનો સામાન ખરીદવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.
  • જેના કારણે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓ ભોગવવી પડી શકે છે.
  • પિતૃ પક્ષ દરમિયાન નવા કપડાં કે ઘરેણાની ખરીદી ન કરવી જોઈએ. કારણકે તેને અશુભ માનવામાં આવે છે. આ સાથે જ આ સમયે નવું વાહન કે પ્રોપટીની ખરીદી પણ ટાળવી જોઈએ.
  • પિતૃ પક્ષ દરમિયાન ઘરમાં સરસવનું તેલ, સાવરણી કે મીઠું ન ખરીદવું જોઈએ. નહિ તો તમે ત્રિદોષના ભોગ બની શકો છો. તમારે પિતૃ પક્ષ શરૂ થાય તે પહેલા જ તેની ખરીદી કરી લેવી જોઈએ.

આ નિયમોનું પણ રાખો ધ્યાન…

  • પિતૃ પક્ષ દરમિયાન માંસ અને દારુથી દૂર રહેવું જોઈએ.
  • સાથે જ લસણ, ડુંગળી વગરનું સાત્વિક ભોજન કરવું જોઈએ.
  • બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
  • તમારી આજુબાજુનો માહોલ પવિત્ર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ. )