આ નાના બીજ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે, ગંભીર રોગોથી મળશે છુટકારો

મેથીનો ઉપયોગ ઘરમાં ખાવા-પીવાની વસ્તુઓમાં કરવામાં આવે છે. મેથી દાણા ભારતીય રસોઇના પ્રમુખ મસાલામાં સામેલ છે. તમામ વ્યંજનોનો સ્વાદ વધારવા માટે મેથી દાણાનો વઘાર કરવામાં આવે છે. મેથીમાં તમામ પોષક તત્વ હોય છે, જે તેને પાવરફુલ એન્ટી ઓક્સીડેંટ બનાવવામાં મદદ કરે છે. મેથીમાં કોલીન, ઇનોસિટોલ, બાયોટિન, વિટામિન એ, વિટામિન બી, વિટામિન ડી, દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર, આયરન સહિત પોષક તત્વોનો ભંડાર હોય છે. આ જ કારણ છે કે તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે.

મેથીને ઔષધિય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે અને આયુર્વેદમાં તેનો ઉપયોગ ઘણી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે કરવામાં આવે છે. મેથી ઔષધિય રૂપે ઉપયોગમાં લેવામાં આવતા સૌથી જૂના છોડમાંથી એક છે. જેના મૂળ પરંપરાગત ભારતીય અને ચીની ચિકિત્સા પ્રણાલીઓ સાથે જોડાયેલા છે.

મેથીના અર્કનો ઉપયોગ સાબુ, કોસ્મેટિક, ચા, મસાલા અને અનેક સિરપમાં પણ થાય છે. મેથીનું પાણી પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મેથીના દાણાને આખી રાત પલાળીને સવારે તેના પાણીનું સેવન કરવાથી ફાયદો થાય છે. મેથીનું પાણી પીવાથી અને મેથીના દાણા ચાવવાથી અન્ય ઘણી બીમારીઓમાં પણ રાહત મળે છે.

નાના મેથીના દાણાને ડાયેટમાં સામેલ કરવાથી ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટી શકે છે. મેથીના દાણા ખાવાથી પુરૂષોની રિપ્રોડક્ટિવ હેલ્થમાં સુધારો થાય છે અને સ્પર્મ કાઉન્ટ વધે છે. મેથી દાણા ઇનફર્ટિલિટીની સમસ્યા સામે ઝઝૂમી રહેલા લોકો માટે પણ મેથીના દાણા ચમત્કારિક સાબિત થઈ શકે છે. તેમાં હાજર તમામ સંયોજનો એકંદર આરોગ્યને સુધારવામાં મદદ કરી શકે છે.

મેથી ખાવાના 5 મોટા ફાયદા

મેથીનું સેવન કરવાથી ડાયાબિટીસનું જોખમ ઓછું થઈ શકે છે. મેથી આંતરડામાં ગ્લુકોઝનું શોષણ ઘટાડે છે અને ઇન્સ્યુલિનની સેંસેટિવ વધારે છે.

મેથી કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ થઈ શકે છે. આ હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે અને હૃદયના સ્વાસ્થ્યને વેગ આપી શકે છે.

મેથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને રોકવામાં કારગર સાબિત થઈ શકે છે. તેનાથી હ્રદયરોગનું જોખમ પણ ઓછું થાય છે અને રક્તવાહિનીઓને આરામ મળે છે.

મેથીમાં પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. મેથીના દાણા શરીરમાં સોજો ઝડપથી ઓછો કરી શકે છે.

મેથીના દાણા દર્દમાં રાહત અપાવવામાં અસરકારક સાબિત થઈ શકે છે. મેથીનો ઉપયોગ પરંપરાગત ચિકિત્સામાં દુખાવામાં રાહત માટે લાંબા સમયથી કરવામાં આવે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)