રાગીની રોટલી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. ઠંડીની સિઝનમાં રાગીની રોટલી ખાઓ છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. રાગી એક ફાઇબર યુક્ત અનાજ છે, જેમાં કેલ્શિયમ, વિટામીન અને મિનરલ્સની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. આમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન્સ હોવાથી આપણાં શરીરને ગરમ રાખે છે. ઠંડીની સિઝનમાં આપણી બોડીમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવાનું રિસ્ક વધી જાય છે. ખાસ કરીને સાંધામાં દુખાવો વધારે થાય છે. ઠંડીમાં શરીર પર વધારે જકડાઇ જાય છે.
પરંતુ શું તમે જાણો છો રાગીની રોટલી ખાવાથી હાડકાંઓ મજબૂત થાય છે જેના કારણે જોઇન્ટ્સ પેનમાંથી આરામ મળે છે. આ સાથે જ એનિમિયાના દર્દીઓ, ડાયાબિટીસના રોગીઓ અને મોટાપાથી ગ્રસ્ત લોકો માટે રાગીની રોટલી ખાવાની સલાહ આપે છે.
ઠંડીમાં રાગી ખાવાથી હેલ્થને થતા ફાયદાઓ
હાડકાંઓ મજબૂત બને
સાંધાના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમારે ઠંડીમાં રાગીની રોટલી ખાવી જોઇએ. આ સાથે જ તમે રાગીમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવીને પણ ખાઇ શકો છો. જોઇન્ટ્સ પેનમાં પણ રાહત થાય છે. બીજા અનાજની તુલનામાં રાગીમાં કેલ્શિયમ વધારે હોય છે જેના કારણે હાડકાંના દુખાવાઓને દૂર કરે છે.
ડાયાબિટીસમાં અસરકારક
રાગીની રોટલી અને રાગીમાંથી બનેલી વસ્તુઓ ખાવાથી સુગર કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓને રાગીની રોટલી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે અને સાથે સાથે શરીરમાં આવતા સોજાને દૂર કરે છે. રાગીમાં ફાઇબર અને પોલીફેનોલ્સની માત્રા વધારે હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓની ડાયજેસ્ટ સિસ્ટમને સારી કરે છે.
મોટાપા દૂર કરે
આજનાં આ સમયમાં મોટાપા એ લોકો માટે સામાન્ય સમસ્યા બની ગઇ છે. લાખ કોશિશ કર્યા પછી અનેક લોકોનું વજન ઓછુ થતુ નથી અને તેઓ અનેક બીમારીઓનો ભોગ બનતા હોય છે. એવામાં તમે ડાયટમાં રાગીની રોટલી એડ કરો છો તો મોટાપાથી છૂટકારો મળે છે. મોટાપાની સમસ્યાને દૂર કરવા માટે રાગીની રોટલી ખાવી જોઇએ. રાગીનું તમે નિયમિત સેવન કરો છો તો સરળતાથી વજન ઓછુ થવા લાગે છે.
ટોક્સિન્સને બોડીમાંથી બહાર નિકાળે
રાગીમાં ડાઇટ્રી ફાઇબરની માત્રા વધારે હોય છે જેના કારણે ઇમ્પ્રોપર પ્રોસેસ્ડ ફૂડ્સને કારણે બ્લડ વેસલ જે બંધ થઇ જાય છે એને ક્લિઅર કરવાનું કામ કરે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)