ખાન-પાન અને લાઇફ સ્ટાઇલનો સીધો સંબંધ આપણાં સ્વાસ્થ્ય સાથે છે. આમાં થોડી કંઇક ગડબડ થાય તો એની સીધી અસર આપણને હેલ્થ પર દેખાય છે, જેમાંની એક સમસ્યા છે કિડની સ્ટોન. કિડની સ્ટોનની સમસ્યા એક એવી છે જેમાં વ્યક્તિ અનેક રીતે હેરાન થાય છે. અનેક લોકો કિડની સ્ટોનની બીમારીથી પીડાતા હોય છે. ઘણી વાર આ તકલીફમાં વ્યક્તિ બહુ જ હેરાન થાય છે. ખરાબ લાઇફ સ્ટાઇલ, વધારે વજન, કેટલીક બીમારીઓ તેમજ બીજા અનેક પ્રકારના સપ્લીમેન્ટ કિડની સ્ટોનનું કારણ બને છે. મેડિકલ ભાષામાં આને નેફ્રોલિથિયાસિસ તેમજ યુરોલિથિયાસિસ કહેવામાં આવે છે.
કિડની સ્ટોનની સમસ્યા થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. clevelandclinicની ખબર અનુસાર કિડનીમાં સ્ટોન ત્યારે બને છે જ્યારે યુરિન ઘટ્ટ થાય છે. આવી કન્ડિશનમાં યુરિનમાં રહેલા મિનરલ્સ ક્રિસ્ટલમાં પરિવર્તિત થઇ જાય છે અને ચોંટી જાય છે. કિડની સ્ટોન સીધી રીતે પેશાબ માર્ગને પ્રભાવિત કરે છે.
કિડની સ્ટોનના પ્રકાર
- કિડની સ્ટોન થવા પાછળ અનેક પ્રકાર હોય છે જેમાં..
- સ્ટ્રવાઇટ સ્ટોન
- કેલ્શિયમ સ્ટોન
- સિસ્ટીન સ્ટોન
- યુરિક એસિડ સ્ટોન
કિડની સ્ટોનના કારણો
પાણી ઓછુ પીવું
કિડની સ્ટોન આપણી લાઇફ સ્ટાઇલ સાથે જોડાયેલી એક સમસ્યા છે. જે લોકો ડેલી રૂટીનમાં પાણી ઓછુ પીવે છે એને કિડની સ્ટોનની સમસ્યા વઘારે રહે છે. જ્યારે કિડની મિનરલ્સને ફિલટર કરે છએ ત્યારે પર્યાપ્ય માત્રામાં પાણીની જરૂરિયાત હોય છે.
દવાઓનું સેવન
કેટલીક પ્રકારની દવાઓનું સેવન કરવાથી કિડની સ્ટોન થવાનો ખતરો વધારે રહે છે. તમને જણાવી દઇએ કે HIVની સારવારમાં જે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે એમાં કિડની સ્ટોનનું જોખમ વઘારે રહે છે.
જૂની બીમારી
ઘણી વાર જૂની બીમારીને કારણે પણ કિડની સ્ટોન થવાનું જોખમ વધી જાય છે. સિસ્ટિક ફાઇબ્રોઇડ્સ, ઇન્ફ્લેમેન્ટરી બાઉલ ડિસીઝ અને ટ્યૂબલર એસિડોસિસ જેવી બીમારીઓમાં આનું જોખમ વધારે રહે છે.
કિડની સ્ટોનના લક્ષણો
કિડની સ્ટોનની સમસ્યા કોઇ પણ ઉંમરમાં થઇ શકે છે. જરૂરી નથી કે કિડની સ્ટોન જ્યારે થાય ત્યારે શરૂઆતમાં લક્ષણો જોવા મળે. ઘણી વાર આ તકલીફ વધી જાય એ પછી લક્ષણો જોવા મળતા હોય છે.
- યુરિન પાસ થાય ત્યારે દુખાવો થવો
- યુરિનમાં લોહી આવવું
- યુરિનમાંથી વાસ આવવી
- સામાન્ય કરતા વધારે પેશાબ લાગવો
- તાવની સાથે ઉલ્ટી થવી
- યુરિન માર્ગમાં ઇન્ફેક્શન
- યુરિક એસિડની માત્રા વધવાને કારણે
- પરિવારમાં કિડની સ્ટોનનો ઇતિહાસ હોવો
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)