ADVERTISEMENT
ADVERTISEMENT

ગરમીમાં રોજ ખાવું એક વાટકી દહીં, શરીરને થશે આ 4 જોરદાર લાભ

ઉનાળો આવતા જ એવી વસ્તુઓ ખાવાની ઈચ્છા વધારે થાય છે જે શરીરને ગરમીથી બચાવે અને ઠંડક આપે. આ સીઝનમાં લોકો તેમના આહારમાં ઠંડી વસ્તુઓનો સમાવેશ વધારે કરે છે. આવી જ એક વસ્તુ છે દહીં. જો ઉનાળામાં નિયમિત રીતે દહીંનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીર ઠંડક મળે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તો ચાલો આજે તમને જણાવીએ દહીંથી થતા લાભ વિશે.

દહીંથી મળતાં પોષક તત્વો

દહીંના પોષક તત્વોની વાત કરીએ તો તેમાંથી પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, કોપર, સેલેનિયમ, વિટામિન સી, વિટામિન બી6, વિટામિન એ, વિટામિન કે, ફેટી એસિડ સહતના તત્વો શરીરને મળે છે.

દહીંથી થતા ફાયદા

1. જો ઉનાળામાં દહીંનું નિયમિત સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બને છે. દહીંની અંદર જે ગુડ બેક્ટેરિયા હોય છે તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. 

ADVERTISEMENT
ADVERTISEMENT

2. ઉનાળામાં નિયમિત દહીં ખાવાથી હાડકાં મજબૂત બને છે. દહીંમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ બંને ભરપૂર માત્રામાં હોય છે. જે હાડકાંની સાથે દાંતને પણ સ્વસ્થ બનાવે છે. 

3. વજન ઘટાડવામાં દહીં તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. દહીંમાં ભરપુર પ્રમાણમાં હોય છે. સાથે જ તેની અંદર હેલ્ધી ફેટ્સ પણ હોય છે. જો તમે ઉનાળામાં નિયમિતપણે દહીંનું સેવન કરો છો, તો વજન ઘટાડવાની સાથે, હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા પણ દૂર થઈ શકે છે. 

4. જો ઉનાળામાં દહીંનું નિયમિત સેવન કરવામાં આવે તો પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. દહીંમાં જે ગુડ બેક્ટેરિયા હોય છે તે પાચન સુધારે છે. આવી સ્થિતિમાં એક વાટકી દહીંનું સેવન પેટના રોગોને દૂર કરવામાં ઉપયોગી છે. 

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. અમે તેની પુષ્ટિ કરતા નથી.)