ADVERTISEMENT
ADVERTISEMENT

આ ખોરાક રોજ સવારે ખાલી પેટ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થશે

સારા હેલ્થ માટે જરુરી છે તમારા દિવસની શરુઆત સારી આદત સાથે કરો. જો તમે દરરોજ સવારે વર્કઆઉટની સાથે હેલ્ધી ફુડ લો તો તમે અનેક હેલ્થ સમસ્યાથી બચી શકો છો. તમે હેલ્ધી રહેવા માટે અનેક ફુડ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. કેટલાક એવા ખોરાક છે જે સવારે ખાલી પેટ ખાવા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સવારના સમયે તમે ન્યુટ્રિશનથી ભરપુર ફુડ ખાઓ છો તો તમે હેલ્ધી રહો છો. સાથે તમારો આખો દિવસ પણ એનર્જી સાથે પસાર થશે.

તો ચાલો જાણીએ કે, ક્યાં ફુડ છે જે સવારના ટાઈમમાં ખાલી પેટે ખાવા જોઈએ.

પલાળેલા સુકા મેવાનું સેવન કરો

તમારી સવારની શરુઆત ખાલી પેટ સૌથી પહેલા નટ્સ જેમકે બદામ, અખરોટ અને માવા કિશમિશનું સેવન કરી શકો છો. જે સ્વાસ્થ માટે ફાયદાકારક છે. આ સિવાય ચીયા સીડ્સ, અળસીના બી પણ પોષક તત્વોથી ભરપુર હોય છે. એક વાત યાદ રાખો કે, આ બધી વસ્તુઓ રાત્રે પલાળીને રાખી દો.

તમારી સવારની શરૂઆત વરિયાળીના પાણીથી કરો

જે લોકોને પાચનની સમસ્યા છે. તેમણે સવારની શરુઆત વરિયાળીના પાણી સાથે કરવી જોઈએ. જેનાથી તમારું પાચન તંત્ર સારું રહે છે. જે તમને અપચો,ગેસ કે પછી પેટનો દુખાવોથી બચાવશે.

ADVERTISEMENT
ADVERTISEMENT

પપૈયાનું સેવન કરો

સવારે ઉઠીને પપૈયું ખાવું પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામિન સીથી ભરપૂર આ ફળ ન માત્ર રોગપ્રતિકારક શક્તિ વધારે છે પણ પાચન સંબંધી સમસ્યાઓથી પણ રાહત આપે છે. જે લોકો કબજિયાતથી પીડાય છે તેમના માટે સવારે ખાલી પેટે પપૈયાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.

કેળામાં હોય છે ભરપુર એનર્જી

સવારે ખાલી પેટે કેળા ખાવા સ્વાસ્થ માટે ફાયદાકારક છે. જે બ્લડ શુગર લેવલને યોગ્ય રાખે છે. તેમજ એનર્જી પણ વધારે છે. કેળા ખાવાના ફાયદા પણ છે. જેનાથી પેટ ભરેલું લાગે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)