એક પાડોશી : ‘બેટા પપ્પુ !
આટલી મોટેથી સીટી ન વગાડયા કર,
હું તને સીટી ન વગાડવા માટે બે રૂપિયા આપીશ.’
પપ્પુ : ‘પણ અંકલ ! તમારા પાડોશીએ
મને આવી રીતે મોટેથી સીટી વગાડવા માટે
દસ રૂપિયા આપ્યા છે, બોલો, હવે હું શું કરું ?’
😅😝😂😜🤣🤪
પપ્પુના ઘરે મહેમાન આવ્યા ત્યારથી પપ્પુ
દરરોજ લાંબા લાંબા રાગડા તાણી ગાવા લાગ્યો.
મહેમાનો બિચારા જયારે કંટાળી ગયા
અને છેવટે ન રહેવાયું ત્યારે મહેમાનોએ
પૂછ્યું : ‘પપ્પુ ! તને ગાતા આવડે છે ?’
પપ્પુએ કહ્યું : ‘મને ગાતા ક્યાં આવડે છે ?’
મહેમાને પપ્પુને પૂછ્યું : ‘નથી આવડતું તો પછી
તું શા માટે રાગડા તાણીને ગીતો ગાય છે ?’
પપ્પુએ કહ્યું : ‘શું કરું ? મારી મમ્મી જયારે જયારે
તમારા જેવા ગુંદરીયા મહેમાનો આવે છે, ત્યારે
એમને ભગાડવા માટે મને ગીત ગાવાનું કહે છે.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)