સલમાનને મળ્યું વાય પ્લસ સુરક્ષા કવચ

લોરેન્સ બિશ્નોઈ ગેંગે એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી, જે બાદ સર્વત્ર ખળભળાટ મચી ગયો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ એ જ છે જેણે અગાઉ પણ સલમાન ખાનના ઘરે ફાયરિંગ કર્યું હતું. ખતરાને જોતા સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.એનસીપી નેતા બાબા સિદ્દીકીની સરેઆમ હત્યાથી બધા ચોંકી ગયા છે. રાજકીય વર્તુળોથી લઈને … Read more

બોલિવૂડ સિંગર નેહા કક્કર અને રોહનપ્રીત સિંહને મળી ધમકી, જુઓ કોણ પાઠ ભણાવવા માંગે છે

નિહંગ માનસિંહે બોલિવૂડ સિંગર નેહા કક્કર અને તેના પતિ રોહન પ્રીત સિંહને સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટ પોસ્ટ કરવા સામે ચેતવણી આપી છે. માનસિંહે કહ્યું કે નેહા કક્કરના પતિએ પોતાના સંબંધોને છુપાવી રાખવા જોઈએ અને લોકોની સામે આપત્તિજનક હરકતો ન કરવી જોઈએ. તેઓએ પંજાબને બરબાદ કરી દીધું છે અને તેમને થોડી શરમ આવવી જોઈએ. નેહા-રોહન … Read more

તમારા ફાયદાની વાત. Salman Khan ની એક્સ ગર્લફ્રેન્ડે માંગ્યો લોરેન્સ બિશ્નોઈનો નંબર, કહ્યું – તમારી પૂજા કરવી છે

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડે સોમી અલીએ લોરેન્સ બિશ્નોઈનો નંબર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મોબાઈલ નંબર માંગ્યો હતો. સાથે જ કહ્યું હતું કે તેમની પૂજા કરવા માંગે છે. સોમી અલીનો લોરેન્સ બિશ્નોઈને સીધો મેસેજ સોમી અલીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઈને આ સીધો મેસેજ છે. નમસ્તે લોરેન્સ બિશ્નોઈ ભાઈ, સાંભળ્યું છે કે તમે જેલમાંથી … Read more

Salman Khan ની હત્યાનું પ્લાનિંગ કરી રહ્યો હતો, હરિયાણાથી ઝડપાયો આરોપી

મુંબઈમાં બાબા સિદ્દીકીની હાલમાં જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જે બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જેનું નામ સુક્ખા છે. જેની હરિયાણાના પાણીપતથી ધરપકડ કરવામાં આવી છે. સામે આવેલી માહિતી પ્રમાણે તે સલમાન ખાનની હત્યાનો પ્લાન બનાવી રહ્યો હતો. હાલ તેને મુંબઈ લાવવામાં આવ્યો છે. … Read more

Salman Khan ને માફ કરી દઈશું. બિશ્નોઈ સમાજે ભાઈજાન સામે કઈ ડિમાન્ડ મુકી, જાણો

લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે જે પણ સલમાન ખાનનો સાથ આપશે તેમણે તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. અનેકવાર બિશ્નોઈ ગેંગ તરફથી સલમાન ખાનને ધમકીઓ પણ આપવામાં આવી છે. અને હવે બાબા સિદ્દીકીની હત્યા બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સલમાન … Read more

અમિતાભ બચ્ચન અમારી સાથે રાતના એક-બે વાગ્યા સુધી પાર્ટી કરતા, જયાજી તેમને શોધતાં

રાજસિપ્પીની ૧૯૮૨માં આવેલી ફિલ્મ ‘સત્તે પે સત્તા’માં સાત ભાઈઓની વાર્તા હતી, એમાંના એક ભાઈ બનેલા સચિન પિળગાંવકરે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં આ ફિલ્મને યાદ કરી હતી. તેમણે બિગ બી સાથેનો તેનો અનુભવ અને બચ્ચનના સ્વભાવ વિશે વાત કરી હતી. સચિન પિળગાંવકરે કહ્યું હતું કે ‘અમારું ટાઇમિંગ ગજબ હતું. જોકે અમે બેસ્ટ ફ્રેન્ડ્સ નહોતા, બચ્ચનસાહેબ ડિસ્ટન્સ … Read more

મરાઠી ફિલ્મ પાણીના પ્રમોશન માટે પ્રિયંકા ભારત આવી છે

પ્રિયંકા ચોપડા ગઈ કાલે તેના પ્રોડક્શનમાં બનેલી મરાઠી ફિલ્મ ‘પાણી’ના પ્રમોશન માટે મુંબઈ આવી હતી. તેણે લાઇટ કલરનો લૂઝ પાયજામો અને ક્રૉપ ટૉપ પહેર્યું હતું. સાથે મૅચિંગમાં એ જ રંગની કૅપ પણ પહેરી હતી. તેણે બ્લૅક ગૉગલ્સ પહેર્યાં હતાં અને વાળ પણ ખુલ્લા રાખ્યા હતા. પ્રિયંકા ઍરપોર્ટમાંથી બહાર નીકળી ત્યારે તેના ચાહકો અને ફોટોગ્રાફરો તેના … Read more

‘One Direction’ના સિંગર Liam Payneનું નિધન, હૉટેલના ત્રીજે માળેથી પડ્યો પૉપ ગાયક

પૉપ બેન્ડ `વન ડાયરેક્શન` (One Direction)ના ભૂતપૂર્વ સ્ટાર લિયામ પેને (Liam Payne)ના ચાહકો માટે દુઃખદ સમાચાર આવ્યા છે. ગાયકનું ૩૧ વર્ષની વયે અવસાન (Liam Payne Death) થયું છે. મળતી માહિતી મુજબ, બ્યુનોસ આયર્સ (Buenos Aires) ની એક હૉટેલના ત્રીજા માળેથી પડી જવાથી લિયામ પેનેનું મોત થયું હતું. સ્થાનિક પોલીસે પુષ્ટિ કરી હતી કે, આ ઘટના … Read more

પ્રથમ પત્નીના નિધન બાદ પિતા ડિપ્રેસ થઈ ગયા હતા: અમિતાભ બચ્ચન

‘કૌન બનેગા કરોડપતિ’માં અમિતાભ બચ્ચન જુદા-જુદા કિસ્સાઓ શૅર કરતા રહે છે. તેઓ હૉટ સીટ પર બેઠેલા સ્પર્ધક સાથે તેમના પિતા હરિવંશરાય બચ્ચનની વાતો પણ શૅર કરતા હોય છે, પરંતુ આ વખતે બિગ બીએ તેમના પિતાની પહેલી પત્ની (શ્યામા બચ્ચન)ના નિધન વિશે વાત કરી. અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘મારા પિતાની પહેલી પત્નીનું નિધન થઈ ગયું … Read more

દુનિયાને શાહરુખ ખાન આપનારા શોની ૩૫ વર્ષે સીક્વલ આવશે

શાહરુખ ખાને ૧૯૮૯માં ‘ફૌજી’ શોથી શરૂઆત કરી હતી. તેણે આ શોમાં લીડ રોલ ભજવ્યો હતો. ૩૫ વર્ષ બાદ સીક્વલ સાથે ‘ફૌજી’ શો ટીવી પર પાછો આવી રહ્યો છે. એનું નામ ‘ફૌજી 2’ રાખવામાં આવ્યું છે. શાહરુખ ખાન અભિનીત ‘ફૌજી’નું ડિરેક્શન લેફ્ટનન્ટ કર્નલ રાજ કુમાર કપૂરે કર્યું હતું. આ શો થકી શાહરુખ ખાન ઘરે-ઘરે જાણીતો થયો … Read more