સભી મેરે કો લંબુ બોલતે હૈં, આજ મુઝસે લંબા કોઈ મિલ ગયા

‘કલ્કિ 2898 AD’માં અમિતાભ બચ્ચનના બૉડી-ડબલ તરીકે સુનીલ કુમારે કામ કર્યું હતું. તેને જોઈને અમિતાભ બચ્ચને કહ્યું કે સૌકોઈ મારી હાઇટ પર ચર્ચા કરે છે, આજે મારાથી પણ વધુ હાઇટની વ્યક્તિ મને મળી ગઈ છે. આ એ જ સુનીલ કુમાર છે જે ‘સ્ત્રી 2’માં આતંક ફેલાવે છે. તેની હાઇટ ૭ ફુટ ૬ ઇંચ છે. તે … Read more

આવી અફવાઓ પર ચર્ચા કરવી એ સમયની બરબાદી છે

સુધાંશુ પાન્ડેએ સૌથી લોકપ્રિય સિરિયલ ‘અનુપમા’ને અલવિદા કરી દીધું છે. એને જોતાં એવી ચર્ચા ચાલી રહી છે કે શોમાં અનુપમાના રોલમાં દેખાતી રૂપાલી ગાંગુલી સાથે તેના મતભેદ થયા હતા એથી તેણે શો છોડવો પડ્યો હતો. એના પર સુધાંશુ કહે છે કે આવી બાબતો પર ચર્ચા કરવી એ સમયની બરબાદી છે. સુધાંશુ આ સિરિયલમાં વનરાજ શાહના … Read more

રણબીરને રીઢો સ્કર્ટ-ચેઝર કહેવાનો કોઈ અફસોસ નથી કંગનાને

ઍક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર અને સંસદસભ્ય કંગના રનૌતે ભૂતકાળમાં રણબીર કપૂરને રીઢો સ્કર્ટ-ચેઝર કહ્યો હતો. આજે પણ તે પોતાની આ કમેન્ટ પર કાયમ છે. કંગના ‘આપ કી અદાલત’માં ગઈ હતી એ દરમ્યાન રજત શર્માએ તેને રણબીર વિરુદ્ધ કરેલી કમેન્ટ વિશે પૂછ્યુ હતું. ત્યારે એનો જવાબ હસીને આપતાં કંગના કહે છે, ‘આપ તો ઐસે બોલ રહે હો … Read more

પતિ પત્ની ઔર વોની સીક્વલ માટે થઈ જાઓ તૈયાર

‘પતિ પત્ની ઔર વો’ની સીક્વલની તૈયારી શરૂ થઈ ગઈ છે. ડિરેક્ટર મુદસ્સર અઝીઝે જણાવ્યું કે સીક્વલમાં મહિલાઓના દૃષ્ટિકોણની સાથે એમાં હ્યુમરનો પણ જબરદસ્ત ડોઝ જોવા મળશે. ૨૦૧૯માં આવેલી ‘પતિ પત્ની ઔર વો’માં કાર્તિક આર્યન, ભૂમિ પેડણેકર અને અનન્યા પાન્ડે જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ માટે કાર્તિકે તો હામી ભરી દીધી છે. ફિલ્મ વિશે મુદસ્સર અઝીઝ … Read more

માધુરી અને શ્રીદેવીને અન્યાય થયો હતો

જાવેદ અખ્તરનું માનવું છે કે માધુરી દીક્ષિત અને શ્રીદેવી ટૅલન્ટેડ ઍક્ટ્રેસ હોવા છતાં ભૂતકાળમાં તેમને સ્ટ્રૉન્ગ રોલ્સ નહોતા મળ્યા. એનું કારણ એ છે કે સમાજ એ વખતે કન્ટેમ્પરરી મહિલાઓને લઈને સ્પષ્ટ નહોતો. જાવેદ અખ્તર અનેક મુદ્દાઓ પર પોતાની વાત માંડે છે. તેમણે ‘સાહિબ બીવી ઔર ગુલામ’માં મીનાકુમારી, ‘મધર ઇન્ડિયા’માં નર્ગિસ અને ‘ગાઇડ’માં વહીદા રહમાનના સશક્ત … Read more

ગોલમાલ અભિનેત્રી રિમી સેન લેન્ડ રોવરથી નારાજ, કંપનીથી કંટાળીને 50 કરોડનું વળતર માંગ્યું

બોલિવૂડ અભિનેત્રી રિમી સેને પોતાની કારમાં કથિત રીતે સમસ્યાનો સામનો કર્યા બાદ એક કાર કંપની સામે રૂ. 50 કરોડનો કેસ દાખલ કર્યો છે. આ કંપની બીજી કોઈ નહીં પણ લેન્ડ રોવર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રિમી સેને આ કાર 2020માં 92 લાખ રૂપિયામાં ખરીદી હતી. તેની ફરિયાદમાં રિમી સેને લેન્ડ રોવર પર … Read more

 અમિતાભ બચ્ચને કેબીસીના સેટ પરથી અજીબ પોસ્ટ કરી, જાણો શું લખ્યું કેપ્શનમાં

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હવે બિગ બીએ એક એવી પોસ્ટ કરી છે તેના વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે. આ પોસ્ટ સાથે બિગ બીએ તેમના કેબીસીના સેટ પરથી એક ફોટો શેર કર્યો છે. ફોટોમાં તમે જોશો કે બિગ બીએ તેમના ચહેરા પર હાથ રાખ્યો છે અને પાછળના હેર સ્ટાઇલિસ્ટ … Read more

હવે એક્શન અવતારમાં જોવા મળશે રાજકુમાર રાવ, આગામી ફિલ્મ ‘ Maalik’ ની કરી જાહેરાત

રાજકુમાર રાવનો આજે જન્મદિવસ છે. આ ખાસ દિવસે તેમણે પોતાની આગામી ફિલ્મ માલિકની જાહેરાત કરી છે. શુક્રવારે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું. જેમાં એક ધમાકેદાર ડાયલોગ સાથે રાજકુમાર રાવે ટાઈટલ અને લુકની જાહેરાત કરી હતી. પોસ્ટરને શેર કરતાં રાજકુમારે કહ્યું કે માલિકની દુનિયામાં તમારું સ્વાગત છે. શુટિંગ શરૂ થઈ ગયું છે. જલ્દીથી મુલાકાત થશે. રિલીઝ … Read more

કંગના રનૌતે સંસદમાં ભડકેલી જયા બચ્ચનને ટોણો માર્યો, કહ્યું- ‘પતિનું નામ સાંભળતા તેમને પેનિક એટેક આવે છે’

હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર ભાજપ તરફથી ચૂંટાઈને લોકસભા પહોંચેલી બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત છેલ્લા કેટલાક દિવસથી પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં છે. અત્યારે કંગના રનૌત પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઈમરજન્સી’ને પ્રમોટ કરવામાં કોઈ કસર નથી છોડી રહી. સોશિયલ મીડિયાથી માંડીને ઈન્ટર્વ્યૂમાં કંગના પોતાની ફિલ્મને લઈને પોતાનો પક્ષ રાખી રહી છે. તાજેતરમાં જ કંગના રનૌતે એક યુટ્યૂબ … Read more

‘સ્ત્રી 2’એ ત્રીજા શનિવારે ઐતિહાસિક કલેક્શન કર્યું, ફિલ્મ 500 કરોડની નજીક પહોંચી

શ્રદ્ધા કપૂરની હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’ બોક્સ ઓફિસ પર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહી નથી. 15 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનારી આ ફિલ્મને રિલીઝ થયાને 18 દિવસ થઈ ગયા છે, પરંતુ સિનેમાઘરોમાં તેનો દબદબો હજુ પણ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ દરરોજ કરોડોની કમાણી કરી રહી છે અને કોઈને કોઈ રેકોર્ડ બનાવી રહી … Read more