ઈસાઈ ધર્મમાં 13 તારીખ શુક્રવારે પડે છે તો તે દિવસને અશુભ માનવામાં આવે છે. ઈસાઈ ધર્મમાં 13 નંબર ખુબ અશુભ હોય છે. આ દિવસે કોઈ શુભ કામ કરવામાં આવતા નથી. એટલું જ નહીં મોટી ઈમારતોમાં 12માં ફ્લોર બાદ સીધો 14મો ફ્લોર હોય છે. તો હોટલમાં પણ 13 નંબરનો રૂમ હોતો નથી. આવો જાણીએ ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં 13 નંબરને શુભ માનવામાં આવે છે કે અશુભ.
13 નંબર કેમ છે અશુભ
ઈસાઈ ધર્મમાં 13 નંબરને લઈને ઘણા રહસ્યો અને ઘણી માન્યતાઓ છે. 13 નંબર એટલા માટે અશુભ માનવામાં આવે છે કારણ કે ઈસા મસીહે પોતાના અનુયાયીઓ સાથે જે અંતિમ ભોજન કર્યું હતું તેમાં જૂડસ સહિત 13 લોકો હતા. તો જૂડસે ઈસાની સાથે તે સમયે વિશ્વાસઘાત કર્યો હતો, જે કારણે ઈસા મસીહને સૂળી પર ચડાવવામાં આવ્યા હતા. જ્યારે ઈસાને સૂડી પર ચડાવવામાં આવ્યા તે દિવસે શુક્રવાર હતો. તેવામાં જે 13 તારીખ શુક્રવારે હોય છે તેને અશુભ માનવામાં આવે છે.
ભારતીય જ્યોતિષમાં 13 નંબર શુભ છે કે અશુભ
ભારતીય જ્યોતિષમાં કોઈપણ નંબરને અશુભ માનવામાં આવતો નથી. દરેક નંબરના સારા અને ખરાબ બંને પ્રભાવ વિશે જણાવવામાં આવ્યું છે. 13 નંબરની વાત કરીએ તો તેના સારા અને ખરાબ બંને પ્રભાવ છે. બૃહસ્પતિ ગ્રહ સૌભાગ્યનું પ્રતીક હોય છે, પરંતુ જ્યારે બૃહસ્પતિ કોઈ રાશિમાં 13માં સ્થાન પર હોય તો તેની અશુભ અસર પડે છે. તેવામાં વ્યક્તિએ જીવનમાં સંઘર્ષનો સામનો કરવો પડે છે.
13 તારીખ છે શુભ
તો ધાર્મિક દ્રષ્ટિની વાત કરીએ તો 13 તારીખને શુભ માનવામાં આવે છે. હિન્દુ પંચાગ અનુસાર ત્રિયોદશીના દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા શુભ માનવામાં આવે છે. મહાશિવ પણ મહિનાના 13માં દિવસે થાય છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)