હિંદુ ધર્મમાં ગંગાનું પવિત્ર સ્થાન છે. શાસ્ત્રો અનુસાર, ગંગાને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપ દૂર થઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ જ કારણ છે કે, ભારતમાં ગંગા પાસે વિશ્વનો સૌથી મોટો મેળો ભરાય છે, જ્યાં કરોડો ભક્તો ગંગામાં સ્નાન કરે છે. આવો જાણીએ વર્ષમાં કેટલી વાર ગંગા સ્નાન કરવું જોઈએ.
ગંગામાં સ્નાન કેમ કરવું જોઈએ?
હિંદુ ધર્મમાં ગંગાને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં માતા ગંગાને સૌથી પવિત્ર માનવામાં આવી છે. તેથી ગંગા સ્નાન કરવાથી તમામ પાપો નાશ પામે છે અને વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે. શાસ્ત્રો અનુસાર, ગંગા સ્નાન કરવાથી તમામ પ્રકારની ખુશીઓ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે, ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે વિશેષ લાભ મળે છે.
કેટલા દિવસ પછી ગંગા સ્નાન કરવું જોઈએ?
શાસ્ત્રોમાં ગંગા સ્નાન માટે કોઈ ચોક્કસ સમયનો ઉલ્લેખ નથી. દરરોજ ગંગા સ્નાન કરવાથી લાભ થાય છે. જો વ્યક્તિ એક દિવસ પછી પણ સ્નાન કરે છે તો તેને લાભ મળે છે. આવા વ્યક્તિએ અઠવાડિયામાં એકવાર ગંગા સ્નાન કરવું જોઈએ. તેમ છતાં તેને વિશેષ પરિણામ મળે છે. મહિનામાં એક વખત ગંગા સ્નાન કરવાથી પણ વ્યક્તિ લાભ મેળવે છે. જો કોઈ વ્યક્તિ દૂર હોય અને કામમાં વ્યસ્ત હોય, તો તે 6 મહિના કે 1 વર્ષમાં ભક્તિભાવથી ગંગા સ્નાન કરે તો તેને પુણ્ય ફળ મળે છે.
આ પ્રસંગો પર સ્નાન કરશો તો મળશે વિશેષ ફળ
તહેવારો પર ગંગા સ્નાનનું મહત્વ વધુ વધી જાય છે. શાસ્ત્રોમાં જણાવેલા પ્રસંગો પર ભક્તિભાવથી ગંગા સ્નાન કરવામાં આવે તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. અનેક જન્મોના તમામ પાપ ભૂંસી જાય છે. પંચાંગ અનુસાર, અમાવસ્યા, બધી પૂર્ણિમા, બધી સંક્રાંતિ, બધી એકાદશી, ચંદ્ર અને સૂર્યગ્રહણ, ગંગા દશેરા, ગંગા સપ્તમી વગેરે જેવા પ્રસંગોએ ગંગા સ્નાન કરવું જોઈએ.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)