ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસથી શરૂ થતો પિતૃ પક્ષ સર્વપિતૃ અમાસના રોજ સમાપ્ત થાય છે. આ 16 દિવસો દરમિયાન, લોકો તેમના પૂર્વજોને શ્રાદ્ધ અને તર્પણ કરે છે, જે તેમના આત્માને સંતુષ્ટ કરે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃ દોષ હોય તો તે પણ આ દિવસોમાં સરળ ઉપાયોથી તેનાથી છુટકારો મેળવી શકે છે. માન્યતા અનુસાર, આ દિવસોમાં પિતૃઓ ધરતી પર આવે છે અને પોતાના પરિવારની આજુબાજુ હોય છે.
જ્યારે પિતૃઓનું તર્પણ કરે છે, તો એમને ભોજન અને જળની પ્રાપ્તિ થાય છે. એવામાં તેઓ તમારા પર કૃપા વરસાવે છે. જો પિતૃ કોઈ કારણે તમારાથી નારાજ હોય તો પિતૃપક્ષ દરમિયાન તમે કેટલાક ઉપાયો કરી પિતૃદોષથી મુક્તિ મેળવી શકો છો.
આ તિથિઓમાં શ્રાદ્ધ કરો
જો તમારા પૂર્વજોનું મૃત્યુ પંચમી તિથિ પર થયું હોય તો તમારે તેમનું શ્રાદ્ધ પંચમી પર કરવું જોઈએ. 2. નવમી તિથિ પર શ્રાદ્ધ કરવાથી તમામ પ્રકારની મૃત મહિલાઓનું શ્રાદ્ધ માનવામાં આવે છે. 3. જો કોઈ વ્યક્તિનું અકાળે મૃત્યુ થાય છે તો તમારે ચતુર્દશી તિથિ પર શ્રાદ્ધ કરવું જોઈએ. 4. જો તમને તમારા પૂર્વજોની મૃત્યુની તારીખ ખબર નથી, તો તમે અમાસ પર તેમનું શ્રાદ્ધ કરી શકો છો.
પિતૃદોષ દૂર કરવાના ઉપાયો
પિતૃ પક્ષ દરમિયાન, ગ્રહોની શાંતિ માટે ખીર બનાવો, તેમાં કેસર ઉમેરવાનું યાદ રાખો અને પછી તેનું દાન કરો. આમ કરવાથી પિતૃ દોષ તમારી કુંડળીમાંથી દૂર થઈ જાય છે. આ સિવાય તમારે કાળા તલનું પાણી દક્ષિણ દિશામાં રાખવું જોઈએ.
પિતૃ પક્ષ દરમિયાન આ વૃક્ષોની પૂજા કરો
પિતૃ પક્ષ દરમિયાન તમારે પીપળ અને વડના ઝાડની પૂજા કરવી જોઈએ. એવું કહેવાય છે કે દરેક વ્યક્તિ પ્રકૃતિનો ઋણી હોય છે અને જ્યારે તમે વૃક્ષોની પૂજા કરો છો, ત્યારે કોઈને કોઈ રીતે તમે પ્રકૃતિનું ઋણ ચૂકવી રહ્યા છો.
કાગડાઓ માટે ભોજન રાખો
ધાર્મિક માન્યતાઓ અનુસાર, કાગડાને પૂર્વજોનું પ્રતીક માનવામાં આવે છે અને તેથી કહેવાય છે કે પિતૃ પક્ષ દરમિયાન કાગડાને ભોજન કરાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. સાથે જ, આમ કરવાથી તમને દરેક પ્રકારના દોષો અને ઋણમાંથી મુક્તિ મળે છે કારણ કે, આ દિવસોમાં માદા કાગડો બાળકોને જન્મ આપવાનો હોય છે અને તેને પણ પૌષ્ટિક આહારની જરૂર હોય છે, જે તમને ભોજન આપવાથી પૂરો થાય છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)