ADVERTISEMENT
ADVERTISEMENT

કાલથી જન્માષ્ટમીની પર્વની ઉજવણીનો પ્રારંભ : ભાતીગળ મેળાના આયોજનો

આવતીકાલ બોળ ચોથની જન્માષ્ટમી પર્વની ઉજવણીનો પ્રારંભ થશે. આ વખતે છઠ્ઠ તિથિનો ક્ષય હોવાથી આવતીકાલે બોળ ચોથ મનાવવામાં આવશે. સમગ્ર દેશમાં જન્માષ્ટમીના તહેવારોની ઉજવણીનો આનંદ જોવા મળી રહ્યો છે.

દેશભરમાં જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાના આયોજનો થયા છે. રજાઓનો માહોલ અત્યારથી જ જોવા મળી રહ્યો છે.

અનેક લોકોએ પર્યટન સ્થળે પહોંચીને રજાઓ માણશે. દેશના વિવિધ પ્રસિધ્ધ મંદિરોમાં ભકતોની ભીડ જોવા મળશે. જન્માષ્ટમી નિમિત્તે શહેરોમાં સુશોભનો તથા રોશનીના શણગાર કરવામાં આવી રહ્યા છે.

આવતીકાલે બોળ ચોથના ગૌમાતાનું પૂજન કરાશે. આ દિવસ ખાસ કરીને ગામડાઓમાં ઉજવાય છે. ગામડામાં ગાય માતાને વચ્ચે રાખીને મહિલાઓ પૂજન અને પ્રદક્ષિણા કરે છે. બોળ ચોથને બહુલા દિવસ પણ કહેવાય છે.

તા.23મીના શુક્રવારે નાગ પાંચમનું પર્વ ઉજવાશે. લોકો નાગ દાદાની પૂજા કરશે તા.24મીના રાંધણ છઠ્ઠ છે. લોકો શીતળા સાતમના ટાઢુ ખાશે અને રસોડામાં અગ્નિ પેટાવશે નહિ. તા. 25મીના રવિવારે લોકો શીતળા સાતમ ઉજવશે. લોકો આ દિવસે ટાઢુ આરોગશે. શીતળા માતાના દર્શન વંદન કરીને વ્રત રાખશે.

તા.26મીના જન્માષ્ટમી પર્વ ઉજવાશે. જન્માષ્ટમી પર્વ સમગ્ર ભારતમાં ઉજવાશે મથુરા, વૃંદાવનમાં જન્માષ્ટમી પર્વની અનેરી ભકિત સાથે ઉજવણી થશે. હજારો લોકો તેમાં જોડાશે. વિષ્ણુના આઠમા અવતાર શ્રી કૃષ્ણના જન્મ દિવસ તરીકે ઉજવાશે. ‘

ADVERTISEMENT
ADVERTISEMENT

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી’નો ગગનભેદી નાદ શેરી-ગલ્લીઓમાં ગુંજી ઉઠશે. ઠેર ઠેર જન્માષ્ટમીની શોભાયાત્રાના આયોજનો થયા છે. દેશમાં 4પથી વધારે લોકમેળાના આયોજનો થયા છે.

જન્માષ્ટમીનો તહેવાર કૃષ્ણ જન્મોત્સવ તરીકે ઉજવાય છે. આ તહેવાર રક્ષાબંધનના આઠમા િદવસે આવે છે. લોકો ઘરમાં પણ શ્રી કૃષ્ણના ગોકુળિયું સજાવે છે અને લોકો ઉપવાસ કરે છે. અને જુદી જુદી વાનગીઓનો ભોગ કે 56 ભોગ લગાવે છે.

દ્વારકા અને મથુરામાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય છે. લોકો કૃષ્ણભકિતમાં ડૂબી જાય છે. હવેલીઓમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી અનેરા ઉમંગ અને આનંદ સાથે થાય છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)