સર્વપિતૃ અમાસ પર વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ, શરુ થશે આ રાશિઓના ‘અચ્છે દિન’

વર્ષ 2024નું છેલ્લું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરના રોજ થઈ રહ્યું છે. આ ગ્રહણ રાત્રે 9 વાગ્યાને 4 મિનિટ પર આરંભ થશે, જે મોડી રાત્રે 3 વાગ્યાને 7 મિનિટ પર ખતમ થશે. એનો સમયગાળો લગભગ 6 કલાક અને 3 મિનિટ રહેશે. આ ગ્રહણ સર્વપિતૃ અમાસ પર થઈ રહ્યું છે. વૈદિક પંચાંગ અનુસાર, સમય સમયે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ થતા રહે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર સીધો પડે છે.

આ વર્ષનું સૂર્યગ્રહણ સર્વપિતૃ અમાસ પર થઈ રહ્યું છે. જે 3 રાશિઓની કિસ્મત ચમકાવી શકે છે સાથે જ કરિયર અને કારોબારમાં પ્રગતિ મળી શકે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે.

ભારતમાં નહીં દેખાય વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ

વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ ગ્રહણ દક્ષિણ અમેરિકાના ઉત્તરીય ભાગો તેમજ આર્ક્ટિક, આર્જેન્ટિના, બ્રાઝિલ, પેરુ, ફીજી, ચિલી, પેરુ, હોનોલુલુ, બ્યુનોસ આયર્સ, એન્ટાર્કટિકા અને દક્ષિણ અમેરિકા અને પ્રશાંત મહાસાગરના કેટલાક વિસ્તારોમાંથી દેખાશે.

આ રાશિઓ પર જોવા મળશે સૂર્યગ્રહણની સકારાત્મક અસર

સૂર્યગ્રહણના કારણે મિથુન, કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે. ઉપરાંત, આ રાશિના જાતકોને સમયાંતરે અણધાર્યા નાણાકીય લાભ મળી શકે છે. આ લોકો માટે કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ કરવાની તકો છે. તેમજ આ લોકો દેશ-વિદેશમાં પ્રવાસ કરી શકે છે. સાથે જ નોકરી કરતા લોકોને નોકરી મળી શકે છે અથવા તો વાતચીત ચાલી શકે છે. વ્યવસાય કરતા લોકોને આ સમયગાળા દરમિયાન ઘણી ઉત્તમ કમાણી તકો મળશે અને તેનાથી તમારી આવકમાં વધારો થશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. પરિવારમાં ખુશીઓ રહેશે. તમને પૈસા કમાવવાના નવા માધ્યમો મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સાથે જ તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થશે. તમે પૈસા બચાવી શકો છો.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)