શું જ્યોતિષ વિદ્યાથી સંભવ છે બીમારીઓનો ઈલાજ? હેરાન કરી દેશે આ માહિતી

હિન્દુ ધર્મમાં જ્યોતિષનું ખાસ મહત્વ છે. જ્યોતિષમાં તેમને દરેક સમસ્યાના ઉપાય મળી રહેશે. ત્યારે જ્યોતિષમાં અનેક બીમારી પાછળનું કારણ અને એનો ઈલાજ પણ જણાવાયો છે. વૈદિક કાળથી આયુર્વેદ ચિકિત્સા વિજ્ઞાનનું મોટું મહત્વ છે. બીમારીનું એક કારણ ગ્રહ-નક્ષત્રની પીડા પણ છે, જો ઈલાજ દરમિયાન આયુર્વેદ ચિકિત્સા સાથે સાથે જ્યોતિષ વિજ્ઞાનના હિસાબે ગ્રહ નક્ષત્રના ઉપાય કરવામાં આવે તો પીડિતને તાત્કાલિક સ્વાસ્થ્ય લાભ થાય છે, જે પણ જાતકોને કોઈ પણ સમસ્યા અથવા બીમારી, શારીરિક પીડા, દુઃખ વગેરે થાય છે તો, એની પાછળ એ વ્યક્તિની ગ્રહદશા તેમજ નક્ષત્ર વગેરેની સ્થિતિ હોય છે.

જો વ્યક્તિનો લગ્નેશ 6, 8, અને 12માં ભાવમાં હોય અથવા ગ્રહ નીચ રાશિમાં હોય તો વ્યક્તિ જીવનભર સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પરેશાન રહે છે.

જ્યારે પણ કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે લોકો હોસ્પિટલ તેમજ જ્યોતિષ પાસે જાય છે. અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની શાંતિ માટે તેઓ જાપ, દાન અને રત્નો વગેરે પણ પહેરે છે. જ્યોતિષશાસ્ત્રમાં, ઘરની શાંતિ, સાર્વત્રિક શાંતિ અને વ્યક્તિગત સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવે છે, શુભ સ્તોત્ર એટલે કે સ્વસ્તિ વાક્ય/શાંતિ મંત્રનો જાપ કરવામાં આવે છે, આ ઉપાય ચોક્કસપણે દર્દીને ઝડપથી રાહત આપે છે.

રોગ થવાનો સમય: જ્યોતિષશાસ્ત્રની મદદથી ગ્રહોની સ્થિતિનું પૃથ્થકરણ કરીને રોગ થવાનો સમય કહી શકાય છે અને એ પણ કહી શકાય છે કે તે કયા પ્રકારનો રોગ હશે, તેમજ તેનાથી પહેલાથી જ કોઈ બીમારીને અટકાવના ઉપાય કરી શકાય છે.

ગ્રહોના સંયોગથી થતી બીમારીઓ

ગુરુ અને બુધ – ટાઇફોઇડ, ડાયાબિટીસ મંગળ અને રાહુ – કાનની તકલીફ, માથાનો દુખાવો, પાઈલ્સ, રક્તસ્ત્રાવ સૂર્ય અને શુક્ર – સંધિવા ચંદ્ર અને મંગળ – યોનિ સંબંધી રોગો બુધ અને કેતુ – શીતળા બુધ – ત્વચાની સમસ્યાઓ, હાકલાહટ શુક્ર – યૌન સંબંધી રોગો સૂર્ય – હાડકાની સમસ્યા

આ રીતે દરેક ગ્રહોથી સંબંધિત રોગ અલગ અલગ હોય છે, જ્યારે પણ એ ગ્રહની દશા આવે છે એમાં સંબંધિત રોગ પીડા મનુષ્યના જીવનમાં મુશ્કેલી લાવે છે, ઈલાજ માટે આયુર્વેદમાં અનેક જડીબુટી છે, જો એનો અભ્યાસ કરશો તો દરેક દવાનો સંબંધ એ ગૃહથી નીકળશે જે ગૃહથી પીડા થઈ છે. જે રીતે સૂર્ય સંબંધિત પીડા માટે બેલના જડને કૃતિ નક્ષત્રમાં ગ્રહણ કરવાથી એનાથી પીડા ઓછી થાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)