એવુ માનવામાં આવે છે કે જે ઘર પર પિતૃઓના આશિષ હોય છે ત્યાં સુખનો સુરજ ઉગે છે. દુખ આસપાસ પણ ભટકતુ નથી. સંપત્તિ હોય કે ઝળહળતી સિદ્ધિ સતત પ્રગત્તિ થતી રહે છે. હાલ પિતૃપક્ષ ચાલી રહ્યો છે. પૂર્વજો કે પિતૃઓના આશિર્વાદ લેવાનો અવસર. આ મહિનામાં જે પણ કાર્ય કરો તેનાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે. પિતૃ દોષ લાગે તો મુશ્કેલી થાય છે હવે આપણા સૌના મનમાં એ સવાલ આવે કે પિતૃદોષ એટેલે શું ?
તેનું નિવારણ કરવા ક્યા ઉપાય કરવા પડે આઓ જાણીએ વિગતવાર.
ત્રણ પેઢીઓને પ્રભાવિત કરે પિતૃદોષ
હિંદુ પુરાણોમાં એવું માનવામાં આવે છે કે પિતૃ દોષ એક જ વ્યક્તિ સુધી મર્યાદિત નથી પરંતુ તેની ભાવિ પેઢીઓને પણ અસર કરી શકે છે. પિતૃ પક્ષ દરમિયાન, શ્રાદ્ધ વિધિ સામાન્ય રીતે ત્રણ પેઢીના પૂર્વજો માટે કરવામાં આવે છે, જેમાં પિતા, દાદા અને પરદાદાનો સમાવેશ થાય છે.
તમે આ પરિણામો મેળવી શકો છો
પિતૃ દોષના કારણે ઘરમાં ઝઘડા વધે છે. વ્યક્તિને તેના બાળકોથી પણ નુકસાન સહન કરવું પડે છે. આ સિવાય લગ્નમાં વિલંબ, સંતાન પ્રાપ્તિમાં અવરોધ અને પૈસા સંબંધિત સમસ્યાઓ ઉભી થવા લાગે છે. તેનાથી વ્યક્તિને નોકરી અને ધંધામાં સતત નુકસાન થવા લાગે છે. ઘરના સભ્યો કોઈ ને કોઈ રોગથી પીડાય છે.
સર્વપિતૃ અમાસ પર પીપળાના વૃક્ષને જળ ચઢાવવાનું અને દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે
પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ, પિંડ દાન, દાન, પિતૃઓ માટે દાન અને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. તેની સાથે જ પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે ગીતાનો પાઠ કરવો પણ સારો ઉપાય માનવામાં આવે છે. કાળા તલને પાણીમાં મિક્સ કરીને દક્ષિણ તરફ અર્ઘ્ય ચઢાવવાથી પણ પિતૃ દોષથી રાહત મેળવી શકાય છે.
એવું માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષમાં દેવતાઓની સાથે પૂર્વજોનો પણ વાસ હોય છે, તેથી સર્વપિતૃ અમાસ પર પીપળાના વૃક્ષને જળ ચઢાવવાનું અને દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. આ વૃક્ષો અને છોડ રોપવાથી પિતૃઓ તો પ્રસન્ન થાય જ છે પરંતુ વૃક્ષો અને છોડ દ્વારા સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)