તમે નાગા સાધુઓ વિશે તો કદાચ સાંભળ્યું હશે કે કંઈક જાણતા પણ હશો. પણ શું તમે મહિલા નાગા સાધુ વિશે જાણો છો? મહિલા નાગા સાધુ કોણ બની શકે? મહિલા નાગા સાધુ બનવાના શું છે નિયમો? મહિલા નાગા સાધુનું કેવું હોય છે જીવન? મહિલા નાગા સાધુને આપવી પડે છે કેવી કેવી પરીક્ષાઓ? આ તમામ સવાલોનો જવાબ તમને આ આર્ટિકલમાં મળશે.
નાગા એટલે કે દિગંબર સાધુ વિશે તો લગભગ દરેક વ્યક્તિ જાણતો હોય છે, જો કે જયારે કોઈ મહિલા સાધુ બને અને તેમાં પણ તે નાગા બાવાઓના અખાડામાં જોડાય તો તેના વિશે દરેકને કુતુહલ સર્જાય જ.
તે મહિલા કોણ હશે? તે કેમ સાધ્વી બની હશે? એકવાર આ અખાડામાં જોડાયા બાદ શું શું સાધના કરે? તેનું જીવન કેવું હોય? તો જાણી લો આ રહસ્યમય દુનિયા વિશે….કુંભ મેળામાં નાગા સાધુઓ એક આકર્ષણનું કેન્દ્ર હોય છે. નાગા સાધુઓનું જીવન બીજા સાધુઓ કરતાં સૌથી વધુ મુશ્કેલ હોય છે. માનવામાં આવે છે કે શૈવ પરંપરાની સ્થાપના સાથે તેઓનો સંબંધ રહેલો છે.
નાગા સાધુઓ-
સાધુ સંતોના પંથમાં નાગા સાધુઓ પણ આવે છે. નામ પરથી જ ખબર પડી જાય છે કે આ સાધુ નિર્વસ્ત્ર રહે છે. નાગા સાધુમાં પણ પુરુષોની જેમ મહિલાઓ નાગા સાધુ હોય છે પરંતુ તેના માટેના નિયમ અલગ હોય છે. મહિલા નાગા સાધુને પણ પુરુષ નાગા સાધુની જેમ જ સન્માન મળે છે. તેમને હંમેશા માતા કહીને સંબોધિત કરવામાં આવે છે.
કેવી રીતે બને છે નાગા સાધુ :
ઇતિહાસનાં પાનાઓમાં નાગા સાધુઓનું અસ્તિત્વ સૌથી પ્રાચીન છે. નાગા સાધુ બનવા માટે મહાકુંભ દરમિયાન જ પ્રક્રિયા શરૂ થઈ જાય છે જેના માટે તેઓએ બ્રહ્મચર્યની પરીક્ષા આપવી પડે છે જેમાં ૬ મહિના થી લઈને ૧૨ વર્ષનો સમય લાગી શકે છે. બ્રહ્મચર્યની પરીક્ષા પાસ કર્યા બાદ તેઓને મહાપુરુષનો દરજ્જો આપવામાં આવે છે. તેઓના માટે પાંચ ગુરુ ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, શક્તિ, સૂર્ય અને ગણેશજી ને નિર્ધારિત કરવામાં આવે છે ત્યારબાદ નાગા સાધુઓના વાળ કાપી નાખવામાં આવે છે અને મહાકુંભ ના સમયે ગંગા નદીમાં ૧૦૮ ડૂબકીઓ મારવી પડે છે. પુરુષોની જેમ જ મહિલા નાગા સાધુઓ પણ હોય છે. તેના માટે પણ હોય છે અલગ નિયમો….
નાગા સાધુ બનવા માટે ક્યાં સ્થળોએ પરીક્ષા આપવી પડે છે :
હરિદ્વારમાં ગંગા નદી, ઉજ્જૈનની શિપ્રા નદી, નાસિકની ગોદાવરી નદી અને અલાહાબાદમાં ગંગા, યમુના અને સરસ્વતી ના મિલન સ્થાન વગેરે ચાર પવિત્ર સ્થાનોએ કુંભનું આયોજન કરવામાં આવે છે. તેથી નાગા સાધુ બનવા માટે પણ આ સ્થાનોએ પરીક્ષા આપવી પડે છે. એવું માનવામાં આવે છે કે આ ચાર જગ્યાએ અમૃતના ટીપાં પડ્યા હતા ત્યારથી આજ સુધી કુંભનું આયોજન આ ચાર જગ્યાએ કરવામાં આવે છે. પુરુષોની જેમ જ મહિલા નાગા સાધુઓ પણ હોય છે. તેમને પણ અનેક કઠોર તપ અને પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે…
મહિલા નાગા સાધુ બનવા જીવતા જીવત કરવું પડે આ ભયંકર કામ, કુંભ સ્નાન પછી થઈ જાય અલોપ
જે રીતે પુરુષો નાગા સાધુ હોય છે તે રીતે મહિલાઓમાં પણ નાગા સાધુ હોય છે. મહિલા નાગા સાધુ એક રહસ્યમય જીવન જીવે છે. તેઓ દુનિયાની સામે ફક્ત કુંભ સમયે આવે છે. આ સિવાય તેઓ ક્યાં રહે છે અને કેવી હાલતમાં તે કોઈ જાણતું નથી. મહિલા નાગા સાધુ બનવાની વિધિ પણ ખૂબ જ મુશ્કેલ હોય છે.
કેવી-કેવી રીતે લેવાય છે મહિલા નાગા સાધુઓની કઠોર પરીક્ષાઓ?
કુંભ મેળા-
મહિલા નાગા સાધુ, દુનિયાથી દૂર એકાંતમાં રહસ્યમયી જીવન જીવે છે. તેઓ ફક્ત કુંભ મેળા દરમિયાન પવિત્ર નદીમાં સ્નાન કરવા માટે દુનિયાની સામે આવે છે અને પછી ફરીથી અલોપ થઈ જાય છે.
પિંડદાન-
ત્યાર પછી મહિલાના નાગા સાધુને સાંસારિક બંધન તોડવા માટે પોતાનું જ પિંડદાન કરવું પડે છે. પોતાનું પિંડદાન કર્યા પછી જ તે નવા જીવનમાં પ્રવેશ કરે છે.
વાળનો ત્યાગ-
મહિલા નાગા સાધુને દીક્ષા લેતા પહેલા પોતાના વાળનો ત્યાગ કરવો પડે છે. ત્યાર પછી દુનિયાથી અલગ થઈને તેણે કઠોર તપ કરવું પડે છે.
મહિલા નાગા સાધુ-
પુરુષોની જેમ મહિલા નાગા સાધુ સંપૂર્ણ રીતે નિર્વસ્ત્ર થઈને નથી રહેતા. તેઓ ભગવા રંગનું એક વસ્ત્ર ધારણ કરે છે. આ વસ્ત્રમાં કોઈપણ પ્રકારની સિલાઈ નથી હોતી. મહિલા નાગા સાધુને ફક્ત આ એક વસ્ત પહેરવાની અનુમતિ હોય છે.
કઠોર તપ-
મહિલા નાગા સાધુ બનતા પહેલા મહિલાઓએ કઠોર તપ કરવું પડે છે અને જંગલમાં ગુફામાં જઈને સાધના કરવી પડે છે. વર્ષો સુધી તેઓ ભગવાનની ભક્તિમાં લીન રહે છે.
કઠોર બ્રહ્મચર્ય-
મહિલા નાગા સાધુ બનતા પહેલા મહિલાએ પરીક્ષા તરીકે 6 થી 12 વર્ષ સુધી કઠોર બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. ત્યાર પછી જ તેના ગુરુ તેને નાગા સાધુ બનવાની અનુમતિ આપે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ. )