આર્થિક સંકટ હોય કે પછી ગ્રહ દોષ… આ ઝાડ દૂર કરશે તમારી બધી સમસ્યા દૂર, જાણો જ્યોતિષ ઉપાય

હિંદુ ધર્મમાં પીપળના વૃક્ષને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે અને તેને અન્ય તમામ વૃક્ષો કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પીપળના ઝાડ પર તમામ દેવી-દેવતાઓનો વાસ હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ પીપળના વૃક્ષનું મહત્વ જણાવવામાં આવ્યું છે, જેના કારણે પીપળના વૃક્ષને ક્યારેય ન કાપવું જોઈએ, પરંતુ તેની પૂજા કરવી જોઈએ.

પીપળના વૃક્ષની પૂજા કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. શનિવારને પીપળાની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. માન્યતા છે કે પીપળનાં દરેક કણમાં ભગવાનનો વાસ છે. જો કે, વાસ્તુ અનુસાર, પીપળનું વૃક્ષ ઘરમાં લગાવવું શુભ માનવામાં આવતું નથી, તેથી પીપળના વૃક્ષને ખેતર અથવા ગાર્ડનમાં સુરક્ષિત સ્થાન પર લગાવવાની સલાહ આપવામાં આવે છે. આજે અમે તમને પીપળના ઝાડ સાથે જોડાયેલા કેટલાક એવા ઉપાયો જણાવી રહ્યા છીએ, જેનું પાલન કરવામાં આવે તો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.

પીપળના ઝાડ માટે જ્યોતિષ ઉપાય

1- જે લોકો પોતાના જીવનમાં ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓએ પીપળનું ઝાડ લગાવીને તેની સેવા કરવી જોઈએ. પીપળનું વૃક્ષ વાવી તેની સેવા કરવાથી કુંડળીમાં રહેલા ગ્રહ દોષો શાંત થાય છે.

2- પીપળના ઝાડ નીચે બેસીને હનુમાન ચાલીસા વાંચવાથી શત્રુઓથી મુક્તિ મળે છે.

3- પીપળના ઝાડ નીચે શિવલિંગ સ્થાપિત કરીને તેની નિયમિત પૂજા કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે.

4- પીપળના ઝાડને જળ ચઢાવવાથી પિતૃદોષથી રાહત મળે છે.

5- કર્ક રાશિવાળા લોકોએ પીપળના ઝાડના મૂળમાં દૂધ અને હળદર ચઢાવવું જોઈએ, તેનાથી અશુભ પ્રભાવથી રાહત મળે છે.

6- સવારે 7 થી 10 વાગ્યાની વચ્ચે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે.

7- અમાસ પર પીપળના ઝાડ નીચે ચાર બાજુ દીવો પ્રગટાવવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

8- પીપળના ઝાડની પૂજા કર્યા પછી તેના મૂળમાં દૂધ અને પાણી મિશ્રિત કરીને ઘીનો દીવો પ્રગટાવો અને પછી તેને ગળે લગાવી અને જણાવવાંથી તમારું દુઃખ કે સમસ્યા દૂર થઈ જાય છે.