દેશમાં અનેક એવા રહસ્યમયી મંદિરો છે જેની પોતાની માન્યતાઓ છે. દરેકની પોતાની ખાસિયત અને ઇતિહાસ છે. ત્યારે એક એવું મંદિર છે જ્યાં માતાજીને ભક્તો ચપ્પલ અર્પણ કરે છે. સામાન્ય રીતે ભક્તો મંદિરમાં પ્રસાદના રૂપે મીઠાઈ, ફળ અને ફૂલનો ભોગ લગાવે છે. એ ઉપરાંત ભગવાનની પ્રિય વસ્તુઓ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, મંદિરોમાં બુટ-ચપ્પલની મનાઈ હોય છે.
પરંતુ આપણા દેશમાં એક એવું મંદિર છે જ્યાં માતાજીને બુટ-ચપ્પલ ચઢાવવામાં આવે છે. તો ચાલો જાણીએ આ માન્યતા પાછળનું રહસ્ય…
કહેવામાં આવે છે કે, જે વ્યક્તિ અહીં સાચા મનથી આવે છે અને માતાને બુટ-ચપ્પલ અને મેકઅપની વસ્તુઓ અર્પણ કરે છે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આ મંદિર મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલું છે. માતા સિદ્ધિદાત્રીને સમર્પિત આ મંદિર એક પ્રાચીન મંદિર છે, જેને જીજાબાઈ માતા મંદિરથી પણ ઓળખવામાં આવે છે. ભોપાલના બંજારી ક્ષેત્રમાં કોલારની પહાડીઓમાં સ્થિત આ મંદિરને ભક્તો સિદ્ધિદાત્રી પહાડ વાળા મંદિર અને જીજી બાઈ મંદિર તરીકે પણ ઓળખે છે. આ મંદિર સુધી પહોંચવા માટે ભક્તોએ 125 સીડી ચઢવી પડે છે. કહેવાય છે આ મંદિરની લગભગ 25 વર્ષ પહેલા સ્થાપના થઈ હતી.
બાળ સ્વરૂપમાં બિરાજમાન છે દેવી માતા
ધાર્મિક માન્યતા અનુસાર, દેવી સિદ્ધિદાત્રી જીજાબાઈ માતાના મંદિરમાં બાળ સ્વરૂપમાં બિરાજમાન છે. આ જ કારણથી દીકરીને જરૂરી હોય તેવી તમામ વસ્તુઓ અહીં આપવામાં આવે છે. અહીં દેવી સિદ્ધિદાત્રીને ચપ્પલ, ચશ્મા, છત્રી, કપડાં, અત્તર, કાંસકો, ઘડિયાળો અને મેકઅપની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. કહેવાય છે કે આ મંદિરના દર્શન કરવા માટે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવે છે. નવરાત્રી અને વિશેષ વ્રત અને તહેવારો દરમિયાન આ મંદિરમાં ભક્તોની મોટી ભીડ જોવા મળે છે.
જીજાબાઈ માતાના મંદિરમાં માતાની સંભાળ દીકરીની જેમ રાખવામાં આવે છે. દેવી મા ખુશ રહે તે માટે દેવીના વસ્ત્રો દિવસમાં બેથી ત્રણ વખત બદલવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 25 વર્ષમાં દેવીના ઓછામાં ઓછા 15 લાખ કપડાં બદલવામાં આવ્યા છે. માતા રાણીને રોજ નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. ઉપરાંત, તેઓ સમય સમય પર શણગારવામાં આવે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)