ભગવાન શિવનો પ્રિય દિવસ સોમવાર છે. શિવ અને માતા પાર્વતીની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે. એવી ધાર્મિક માન્યતા છે કે સોમવારના દિવસે ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિને તેના જીવનમાં ચાલતા તમામ પ્રકારના દુ:ખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. જો તમે પણ મહાદેવની કૃપા મેળવવા ઈચ્છો છો તો સોમવારે પૂજા દરમિયાન ભગવાન શિવનો વિધિપૂર્વક અભિષેક કરો.
તેનાથી ભગવાનની પ્રાપ્તિ થશે અને જીવનમાં ખુશીઓ આવશે.
ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે સોમવારે શિવલિંગનો અભિષેક કરો. આ પછી ચંદનનો લેપ લગાવો અને બીલીપત્ર, ફૂલ, ધતુરો ચઢાવો અને પ્રસાદ અને ફળ વગેરે ધરાવો. આ પછી ભોલેનાથની સામે દીવો પ્રગટાવો અને શિવ ચાલીસા અને શિવ સ્તુતિનો પાઠ કરો. ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પૂજા કરો અને પાર્વતી ચાલીસાનો પાઠ કરો.
ભગવાન શિવનો મહિમા અને સ્વરૂપ શાશ્વત અને અનંત છે. શ્રાવણ મહિનો ખાસ કરીને ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. શ્રાવણના સોમવારે કેટલીક વિધિ વિધાનથી પૂજન અર્ચન કરવાથી કામનાની પૂર્તિ થાય છે.
ભક્તો ભગવાન શિવની પૂજામાં બેલપત્ર અને શમીના પાન ચઢાવે છે, શમી શિવને પ્રિય છે. શમી અર્પણ કરવાથી જીવનના સઘળા કષ્ટોથી મુક્તિ મળે છે. શ્રાવણના સોમવારે લોટની નાની નાની ગોળી બનાવી માછલીઓને ખવડાવો. આ ઉપાય કરવાથી ભોલોનાથ પ્રસન્ન થશે અને તમારા પરિવાર પર તેમના આશીર્વાદ વરસાવશે. સોમવારે આ ઉપાયો કરશો તો તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને તમે હંમેશા દેવા મુક્ત રહેશો, શ્રાવણ દરમિયાન આર્થિક સંકટને દૂર કરવા મહાદેવને શેરડીનો રસ અર્પણ કરો.
શિવ ચાલીસાનો પાઠ કરો
સોમવારે સૌથી પહેલા સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી સૂર્ય ભગવાનને જળ ચઢાવો. શિવલિંગને ઉત્તર દિશામાં સ્થાપિત કરો અને પહેલા ગંગા જળથી અભિષેક કરો. હવે ખાંડ, દહીં, દૂધ અને ઘી સહિતની વસ્તુઓથી અભિષેક કરો. આ દરમિયાન ભગવાનના મંત્રોનો જાપ કરો. છેલ્લે ગંગા જળથી અભિષેક કરો. ભગવાન શિવને ચંદનનો ત્રિપુંડ ચઢાવો. ફૂલની માળા અને બિલીપત્રના પાન અર્પણ કરો. મહાદેવને વસ્ત્રો, રૂદ્રાક્ષ વગેરેથી શણગારો. દીવો પ્રગટાવો અને આરતી કરો અને શિવ ચાલીસાનો પાઠ કરો. ભગવાનને અર્પણ કર્યા પછી, લોકોમાં પ્રસાદ વહેંચો.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)