નવરાત્રીનો આઠમો દિવસ મા મહાગૌરીને સમર્પિત, જાણો પૂજા, મંત્ર, પ્રિય ભોગ અને આરતી

આજે શારદીય નવરાત્રીનો આઠમો દિવસ છે. આ દિવસે દેવી દુર્ગાના 8મા સ્વરૂપ માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. માતા મહાગૌરીનો રંગ સફેદ છે. તેમનું સ્વભાવ શાંત અને સૌમ્ય છે. માતા મહાગૌરીની પૂજા કરવાથી જીવનની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. ચાલો જાણીએ નવરાત્રીના 8મા દિવસે મહાગૌરીની પૂજા પદ્ધતિ, મંત્ર, ભોગ અને આરતી .

મહાગૌરીનું સ્વરુપ

માતા મહાગૌરીની પૂજા કરવાથી વ્યક્તિને તેના જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. તેમજ જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે દેવી મહાગૌરીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેથી માતા મહાગૌરીની પૂજા કરવાથી તમામ લોકોના લગ્નજીવનની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. મહાગૌરી ખૂબ જ ગોરો રંગ અને ચાર હાથ ધરાવે છે. તેમના ભક્તો માટે તેઓ અન્નપૂર્ણા સ્વરૂપ છે. તેણીનું સ્વરૂપ તેજસ્વી, કોમળ, ગોરા રંગનું અને સફેદ વસ્ત્રોમાં સજ્જ છે તેના હાથમાં ત્રિશૂળ અને ડમરુ છે. ત્રીજા હાથમાં અભય અને ચોથા હાથમાં વરમુદ્રા છે.

મા મહાગૌરી પૂજા ( Maa Mahagauri Puja)

સવારે વહેલા ઉઠો, સ્નાન વગેરે કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. માતાની મૂર્તિને ગંગાજળ અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવો. માતાને સફેદ રંગ પ્રિય હોવાથી સફેદ વસ્ત્રો પહેરાવો. માતાને સફેદ ફૂલ, કુમકુમ અર્પણ કરો. મહાગૌરીને કાળા ચણા અને હલવાનો ભોગ ધરાવો. માતાની આરતી કરો.

મા મહાગૌરી પ્રિય ભોગ (Maa Mahagauri Bhog)

કહેવાય છે કે નારિયેળ અને તેનાથી બનેલી મીઠાઈઓ, પુરી, હલવો અને કાળા ચણા ગૌરી માતાને અર્પણ કરવા જોઈએ. જેના દ્વારા વ્યક્તિ તેમના સંપૂર્ણ આશીર્વાદ મેળવી શકે છે.

મા મહાગૌરી મંત્ર (Maa Mahagauri Mantra)

श्वेते वृषेसमारूढा श्वेताम्बरधरा शुचिः।
महागौरी शुभं दद्यान्महादेव प्रमोददा॥

या देवी सर्वभू‍तेषु मां महागौरी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

મા મહાગૌરી આરતી (Maa Mahagauri Aarti)

જય મહાગૌરી જગત કી માયા।
જયા ઉમા ભવાની જય મહામાયા।।

હરિદ્વાર કનખલ કે પાસા।
મહાગૌરી તેરા વહાં નિવાસા।।

ચંદ્રકલી ઔર મમતા અંબે।
જય શક્તિ જય જય માં જગદંબે।।

ભીમા દેવી વિમલા માતા।
કૌશિકી દેવી જગ વિખ્યાતા।।

હિમાચલ કે ઘર ગૌરી રૂપ તેરા।
મહાકાલી દુર્ગા હૈ સ્વરૂપ તેરા।।

સતી ‘સત’ હવન કુંડ મેં થા જલાયા।
ઉસી ધુએં ને રૂપ કાલી બનાયા।।

બના ધર્મ સિંહ જો સવારી મેં આયા।
તો શંકર ને ત્રિશૂલ અપના દિખાયા।।

તભી માં ને મહાગૌરી નામ પાયા।
શરણ આનેવાલે કા સંકટ મિટાયા।।

શનિવાર કો તેરી પૂજા જો કરતા।
માં બિગડ઼ા હુઆ કામ ઉસકા સુધરતા।।

ભક્ત બોલો તો સોચ તુમ ક્યા રહે હો।
મહાગૌરી માં તેરી હરદમ હી જય હો।।

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)