હિંદુ પંચાગ મુજબ આ વર્ષે દશેરા 12 ઓક્ટોબર, શનિવારે આવી રહ્યાં છે. એક તરફ દશેરાના દિવસે રાવણનું દહન કરીને ભગવાન શ્રી રામની પૂજા કરવામાં આવે છે, તો બીજી તરફ આ દિવસે દીવા પ્રગટાવવાનું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે આવો જાણીએ જ્યોતિષ રાધાકાંત વત્સ પાસેથી કે દશેરાના દિવસે ક્યાં, કેટલા, ક્યારે અને કયા પ્રકારના દીવા પ્રગટાવવા શ્રેષ્ઠ છે અને તેનું શું મહત્વ છે.
દશેરા 2024ના દિવસે ક્યાં દીવા પ્રગટાવવા?
દશેરાના દિવસે દસ દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ-ઉત્તર (ઈશાન), દક્ષિણ-પૂર્વ (અગ્નિ), પશ્ચિમ-ઉત્તર (વાયવ્ય), દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય), ઉર્ધ્વ (ઉપરની તરફ) હોય છે. આવી સ્થિતિમાં આ દિવસે આ દસ દિશામાં દીવા પ્રગટાવવા જોઈએ.
દશેરા 2024ના રોજ કેટલા દીવા પ્રગટાવીએ?
દશેરાના દિવસે 10 દીવા 10 દિશાના હોય છે અને 5 દીવા વૃક્ષો અને છોડના હોય છે જેમ કે તુલસી, પીપળો, શમી, વડ અને કેળા વગેરે. આ સિવાય ભગવાન શ્રી રામની સામે દીવો પ્રગટાવવો જોઈએ. રસોડામાં અને ઘરની તિજોરી પાસે દીવો પ્રગટાવવો પણ શુભ સાબિત થાય છે.
દશેરા 2024ના દિવસે કયો દીવો પ્રગટાવવો?
ચારેય દિશામાં પ્રગટાવેલા દીવા સરસવના તેલના હોવા જોઈએ. વૃક્ષો અને છોડની નીચે પ્રગટાવવામાં આવતા દીવા તલના તેલના હોવા જોઈએ. સાથે જ શ્રી રામની સામે ઘીનો દીવો પ્રગટાવો. રસોડામાં અને ઘરની તિજોરીમાં અળસીના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ કારણ કે અળસીનું તેલ પૈસાને આકર્ષે છે.
દશેરા 2024ના રોજ કયા સમયે દીવા પ્રગટાવવા?
દશેરાના દિવસે સવારે અને સાંજે પૂજા સમયે શ્રી રામ માટે દીવા પ્રગટાવવા જોઈએ. આ ઉપરાંતદિશાઓ, ઝાડ, છોડ, રસોડું અને તિજોરી પાસેના દીવા સૂર્યાસ્ત પછી સાંજે પ્રગટાવવા જોઈએ. જેના કારણે ઘરમાં દીવો પ્રગટાવવાથી બમણી શુભ અસર જોવા મળે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)