ADVERTISEMENT
ADVERTISEMENT

દિવાળીની તારીખને લઇને ભારે અવઢવ, જાણીલો ક્યારે છે દિપાવલી

દિવાળી એ હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટા તહેવારોમાંનો એક છે. આ તહેવાર પ્રકાશ, સુખ, સમૃદ્ધિ અને જીવનમાં નવીનતાનું પ્રતીક છે. તે દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની અમાસ તિથિએ ઉજવવામાં આવે છે. પરંતુ વર્ષ 2024માં દિવાળીની ચોક્કસ તારીખને લઈને લોકોમાં ઘણી મૂંઝવણ છે. કેટલાક લોકો તેને 31 ઓક્ટોબર ગુરુવારના રોજ ઉજવવાની વાત કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને 1 નવેમ્બરના શુક્રવારે ઉજવવાની વાત કરી રહ્યા છે.

ચાલો જાણીએ આ મૂંઝવણનું કારણ શું છે અને દિવાળીની ચોક્કસ તારીખ શું છે.

દિવાળીની તારીખને લઈને શા માટે છે વિવાદ?

દિવાળીની તારીખને લઈને વિવાદનું મુખ્ય કારણ એ છે કે અમાસ તિથિ બે દિવસ સુધી ચાલે છે. આ વર્ષે કારતક અમાસ તિથિ 31 ઓક્ટોબરની સાંજથી શરૂ થઈને 1 નવેમ્બરની સાંજ સુધી છે. આ તારીખ 31 ઓક્ટોબરે બપોરે 3:52 વાગ્યે શરૂ થશે અને 1 નવેમ્બરના રોજ સાંજે 6:16 વાગ્યે સમાપ્ત થશે.

દિવસ અને તારીખ વિવાદ

હિન્દુ પરંપરામાં, દિવાળીનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે કારતક અમાસ તિથિ છે, તેથી અમાવસ્યાની તારીખ મુજબ, કેટલાક વિદ્વાનો અથવા પંડિતો 31મી ઓક્ટોબરે દિવાળી ઉજવવાની સલાહ આપી રહ્યા છે જ્યારે કેટલાક 1લી નવેમ્બરે દિવાળી ઉજવવાના પક્ષમાં છે. આ વખતે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમાસ તિથિ એક દિવસથી વધુ સમયની છે.

31મી ઑક્ટોબરે ઊજવવાનો તર્ક

ADVERTISEMENT
ADVERTISEMENT

કેટલાક લોકો માને છે કે અમાસ તિથિ 31 ઑક્ટોબરની સાંજથી શરૂ થતી હોવાથી, દિવાળી 31 ઑક્ટોબરે જ ઉજવવી જોઈએ.

1લી નવેમ્બરે ઉજવવા માટેનો તર્ક:

અન્ય કેટલાક લોકો માને છે કે અમાસ તિથિનો મોટાભાગનો સમય 1લી નવેમ્બરે હોવાથી અને તિથિનો સૂર્યોદય પણ આ જ દિવસે છે, તેથી ઉદયતિથિના નિયમ મુજબ, દિવાળી 1લી નવેમ્બરે જ ઉજવવી જોઈએ. દિવાળીની ચોક્કસ તારીખને લઈને આચાર્યો, પંડિતો અને જ્યોતિષીઓના અલગ-અલગ મત છે. આ કારણોસર પણ તારીખને લઈને જનતા બે જૂથમાં વહેંચાઈ ગઈ હતી.

દિવાળી 2024 ની સાચી તારીખ અંગે વિદ્વાન આચાર્યોની દલીલો

અયોધ્યા, કાશી, મથુરા અને દેવઘરના વિદ્વાન આચાર્યો અને પંડિતોના જણાવ્યા અનુસાર, મા લક્ષ્‍મી-શ્રી ગણેશ પૂજા અને દીપોત્સવ માત્ર અમાસ પ્રદોષ સમયગાળા દરમિયાન જ ઉજવવો યોગ્ય છે. જ્યારે 29 ઓક્ટોબરે ધનતેરસની પૂજા અને ખરીદી કરવી યોગ્ય છે. બાંકે બિહારી મંદિર વૃંદાવન (યુપી), શ્રીનાથજી મંદિર નાથદ્વારા (રાજસ્થાન), તિરુપતિ દેવસ્થાનમ (આંધ્રપ્રદેશ) અને દ્વારકાધીશ મંદિર (ગુજરાત)માં પણ 31 ઓક્ટોબરે દિવાળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)