નવરાત્રીના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની કૃપા મેળવો, જાણો શુભ મુહૂર્ત, પૂજા, મંત્ર, ભોગ અને આરતી

આજે શારદીય નવરાત્રીનો નવમો દિવસ છે. નવરાત્રિના નવમા દિવસે દેવી દુર્ગાના નવમા સ્વરુપની પૂજા કરવામાં આવે છે. નવમી શક્તિનું નામ માતા સિદ્ધિદાત્રી છે. માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી વ્યક્તિને દરેક પ્રકારની સિદ્ધિઓ મળે છે. જાણો શુભ મુહૂર્ત, પૂજા, મંત્ર, ભોગ અને આરતી

માતા સિદ્ધિદાત્રીની પૂજાનું મહત્વ

દેવ પુરાણ અનુસાર ભગવાન શિવે પણ માતા સિદ્ધિદાત્રીની કૃપાથી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તેમની કૃપાથી ભગવાન શિવને અર્ધનારીશ્વર કહેવામાં આવે છે. આ દિવસે વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે સિદ્ધિદાત્રીની પૂજા ચોક્કસ કરવી જોઈએ. માર્કંડેય પુરાણ અનુસાર, અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ એ કુલ આઠ સિદ્ધિઓ છે, જે મા સિદ્ધિદાત્રીની ઉપાસના દ્વારા સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે.

મા સિદ્ધિદાત્રી શુભ મુહૂર્ત (Maa siddhidatri Shubh Muhurt)

મા સિદ્ધિદાત્રીની પૂજા કરવા માટે સવારે 11.45 થી 12.30 સુધીનો શુભ સમય રહેશે. ઉપરાંત સવારે 7.44 થી 10.37 સુધી પણ શુભ સમય છે.

મા સિદ્ધિદાત્રી પૂજા (Maa siddhidatri Puja)

નવમી પર મા સિદ્ધિદાત્રીની પૂજા કરવા માટે સવારે સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. તે પછી પ્રથમ કળશની પૂજા કરો અને બધા દેવી-દેવતાઓનું ધ્યાન કરો. મોલી, રોલી, કુમકુમ, ફૂલ અને ચુંદડી અર્પણ કરો. માતાને પુરી, ખીર, ચણા, ખીર અને નારિયેળ અર્પણ કરો. દેવી માતાના મંત્રોનો જાપ કરો અને છેલ્લે આરતી કરીને પૂજા પૂર્ણ કરો.

મા સિદ્ધિદાત્રી પ્રિય ભોગ (Maa siddhidatri Bhog)

માતા સિદ્ધિદાત્રીને ફળો, ચણા, પુરી, હલવો, ખીર અને નારિયેળ ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે નવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીને આ વસ્તુઓ અર્પણ કરો તો તે ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે.

મા સિદ્ધિદાત્રી મંત્ર (Maa siddhidatri Mantra)

ह्रीं क्लीं ऐं सिद्धये नम:।
ऊं ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे।
ऊँ ग्लौं हुं क्लीं जूं सः ज्वालय ज्वालय ज्वल ज्वल प्रज्वल प्रज्वल
ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ज्वल हं सं लं क्षं फट् स्वाहा।।

या देवी सर्वभू‍तेषु मां सिद्धिदात्री रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

મા સિદ્ધિદાત્રી આરતી (Maa Siddhidatri Aarti)

जय सिद्धिदात्री मां, तू सिद्धि की दाता।
तू भक्तों की रक्षक, तू दासों की माता।
तेरा नाम लेते ही मिलती है सिद्धि।
तेरे नाम से मन की होती है शुद्धि।
कठिन काम सिद्ध करती हो तुम।
जभी हाथ सेवक के सिर धरती हो तुम।
तेरी पूजा में तो ना कोई विधि है।
तू जगदम्बे दाती तू सर्व सिद्धि है।
रविवार को तेरा सुमिरन करे जो।
तेरी मूर्ति को ही मन में धरे जो।
तू सब काज उसके करती है पूरे।
कभी काम उसके रहे ना अधूरे।
तुम्हारी दया और तुम्हारी यह माया।
रखे जिसके सिर पर मैया अपनी छाया।
सर्व सिद्धि दाती वह है भाग्यशाली।
जो है तेरे दर का ही अम्बे सवाली।
हिमाचल है पर्वत जहां वास तेरा।
महा नंदा मंदिर में है वास तेरा।
मुझे आसरा है तुम्हारा ही माता।
भक्ति है सवाली तू जिसकी दाता।

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)