મોરપીંછને ઘરમાં રાખવું જોઈએ કે નહીં? સ્વામી પ્રેમાનંદ મહારાજે દૂર કરી શંકા

સ્વામી પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં નિવાસ કરે છે. સાથે જ રાધા રાણીને પોતાના ઇષ્ટ દેવ માને છે . પોતાના સત્સંગ દ્વારા લોકોને માર્ગદર્શન આપે છે અને સાચી દિશા બતાવે છે. તેમના ભક્તો દેશ-વિદેશથી વૃંદાવનમાં મહારાજ પ્રેમાનંદ જી ના દર્શન કરવા માટે આવે છે. ભક્તો તેમના દરબારમાં આવે છે અને જે પ્રશ્નો પૂછે છે તેના જવાબો તે આપે છે.

પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. તેમના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ થઇ રહ્યા છે. મહારાજજીના સત્સંગમાં અનેક હસ્તીઓ પહોંચી છે. જેમાં અનુષ્કા શર્મા, વિરાટ કોહલી ગ્રેટ ખલી અને આરએસએસ ચીફ મોહન ભાગવતના નામ સામેલ છે.

મોરપીંછને ઘરમાં રાખી શકાય કે નહીં?

મહારાજ જી નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભક્ત તેમને પૂછી રહ્યો છે કે તે ઘરમાં મોરપીંછ રાખી શકે છે કે નહીં. જેના પર મહારાજ જી જવાબ આપે છે કે મોરપીંછને ઘરમાં રાખી શકાય છે. પરંતુ મોરપીંછને તમારા ઘરની તિજોરીની અંદર રાખો. એટલે કે જ્યાં તમારા પૈસા રાખવામાં આવ્યા છે. મોરપીંછને ઉભું રાખવું જોઈએ. સાથે જ મહારાજ જી એ કહ્યું કે જે રૂમમાં બાળકો અભ્યાસ કરે છે તેના સ્ટડી ટેબલ પર મોરપીંછ રાખી શકાય છે. કારણ કે મોરપીંછનો સંબંધ ભગવાન કાર્તિકેય અને જ્ઞાનની દેવી સરસ્વતી સાથે છે.

સ્વામી પ્રેમાનંદ મહારાજે કહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણને મોરપીંછ પ્રત્યે વિશેષ પ્રેમ છે. આ કારણે તેમના મુગટમાં મોરપીંછ હોય છે. સાથે ઈન્દ્ર દેવ, કાર્તિકેય અને ભગવાન ગણેશને પણ મોરપીંછ પ્રત્યે વિશેષ પ્રેમ છે.

કોણ છે સંત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજ

તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજે નાનપણથી જ ભગવત માર્ગ અપનાવી લીધો હતો. સાથે જ તે ઘર છોડીને કાશી ચાલ્યા ગયા હતા. તેમનો જન્મ કાનપુર જિલ્લાના અખરી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ શંભુ પાંડે છે, માતાનું નામ રામ દેવી છે. મહારાજજી ના ગુરુના નામ શ્રી ગૌરંગી શરણ જી મહારાજ છે.

પ્રેમાનંદ મહારાજ જી જણાવે છે કે જ્યારે તેઓ પાંચમા ધોરણમાં હતા ત્યારે તેમણે ગીતાનું પઠન કરવાનું શરૂ કર્યું અને આ રીતે ધીમે ધીમે તેમની રુચિ આધ્યાત્મિકતા તરફ આગળ વધવા લાગી હતી. આ પછી તેમણે ભગવત માર્ગ પસંદ કરવાનું નક્કી કર્યું હતું.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)