સૂર્યપુત્ર શનિદેવ હરશે સંકટ,પનોતીથી મુક્તિ મેળવવા કરો આ ઉપાય

સૂર્યપુત્ર શનિદેવ ન્યાયના દેવતા કહેવાય છે. શનિદેવ કર્મ અનુસાર ફળ આપનાર દેવતા છે. શનિવાર શનિદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. શનિદોષને દૂર કરવા માટે કેટલીક સમસ્યાઓ દૂર થાય છે. શનિદેવની પનોતીથી સૌ કોઇ ડરે છે. જેને મોટી પનોતી એટલે કે સાડાસાતી નાની પનોતી એટલે ઢૈય્યા કહેવામાં આવે છે.

શનિની ઢૈય્યા એટલે શું?

જ્યોતિષ શાસ્ત્રમાં શનિની ઢૈય્યાને શનિ દોષ માનવામાં આવે છે જેની અવધિ અઢી વર્ષ સુધી રહે છે. જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર રાશિથી ચોથા કે આઠમા ભાવમાં ગોચર થાય છે ત્યારે આવા લોકો પર શનિના પ્રભાવની અસર દેખાવા લાગે છે. વ્યક્તિનું જીવન સમસ્યાઓથી ભરેલું હોય છે અને તેને આર્થિકથી લઈને શારીરિક સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમારા જીવનમાં શનિદેવના ઢૈય્યાનો પ્રભાવ છે તો તમારે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. વ્યક્તિએ બને તેટલું સારું કામ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

શનિની ઢૈય્યાથી કેવી રીતે છુટકારો મેળવવો

શનિની ઢૈય્યાથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિએ કેટલાક મંત્રોનો જાપ કરવો જોઈએ. ‘ૐ ત્રયમ્બકમ યજામહે સુગંધીમ પુષ્ટિવર્ધનમ, ઉર્વારુક મિવ બંધનાત મૃત્યુરમુક્ષિયા મામૃતાત. આ એક મહામંત્ર છે અને તેનો જાપ કરવાથી શનિની ઢૈય્યાથી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. આ મંત્ર ખૂબ જ ફાયદાકારક છે અને દર શનિવારે તેનો જાપ કરવો જોઈએ.

શનિવારે કરો આ વસ્તુઓનું દાન

શનિવારે દાન કરવાથી પણ શનિ મહારાજની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે કાળા રંગથી સંબંધિત વસ્તુઓનું દાન કરી શકાય છે. આ સિવાય આ દિવસે કાળા અડદ અથવા કાળા તલનું દાન કરવાથી પણ સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય સરસવ અથવા તલના તેલનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આ સિવાય તમે આ દિવસે લોખંડની વસ્તુઓનું દાન પણ કરી શકો છો.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)