ગ્રહો ઉચ્ચ અને નિમ્ન હોય છે. જેનો પ્રભાવ દરેક વ્યક્તિના જીવનમાં એક યા બીજી રીતે જોવા મળે છે. ગ્રહોનું ગોચર પણ દરેક રાશિના જાતકોને અસર કરે છે.
ત્યારે સૂર્ય દેવ 17 ઓક્ટોબરે તુલા રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. સાથે જ 20 ઑક્ટોબરે સેના પતિ ગ્રહ નિમ્ન રાશિ કર્કમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. આ બંને મિત્ર ગ્રહો 50 વર્ષ બાદ એક સાથે નિમ્ન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે.
જેની અસર 3 રાશિના જાતકો પર સારી જોવા મળશે. આ નસીબ દાર જાતકો અપાર ધન સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે.
મિથુન રાશિ
- સૂર્ય અને મંગળનું રાશિમાં પરિવર્તન આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- મંગળ તમારી રાશિથી સંપત્તિ ગૃહમાં ગોચર કરશે જ્યારે સૂર્ય ભગવાન તમારી રાશિથી પાંચમા ભાવમાં ગોચર કરશે.
- આ સમયગાળા દરમિયાન તમને સમયાંતરે અનપેક્ષિત નાણાકીય લાભ મળી શકે છે.
- તમને તમારા બાળક સાથે સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે.
- તમારા કરિયરમાં પણ લાભ મળશે. તમારી વાતોનો લોકો પર સારો પ્રભાવ પડશે.
- તમે તમારી ક્ષમતા અને કળાથી દરેકને તમારી તરફ આકર્ષિત કરશો.
- પ્રેમ સંબંધ ધરાવતા લોકોને સફળતા મળી શકે છે.
મેષ રાશિ
- મેષ રાશિના જાતકો માટે સૂર્ય અને મંગળની ચાલમાં પરિવર્તન શુભ સાબિત થઈ શકે છે.
- સૂર્ય ભગવાન તમારી રાશિથી સાતમા સ્થાનમાં ગોચર કરશે જ્યારે મંગળ ચોથા સ્થાનમાં ગોચર કરશે.
- આ સમયગાળા દરમિયાન તમને ભૌતિક સુખો મળી શકે છે.
- આ સમય દરમિયાન તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે.
- વાહનો અને મિલકત ખરીદી શકો છો.
- પરિણીત લોકોનું વિવાહિત જીવન અદ્ભુત રહેશે.
- અપરિણીત લોકોને સંબંધનો પ્રસ્તાવ મળી શકે છે.
- તમારી માતા સાથે તમારો સંબંધ મજબૂત રહેશે.
વૃષભ રાશિ
- સૂર્ય અને મંગળનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- કારણ કે મંગળ તમારી રાશિથી ત્રીજા ભાવમાં ગોચર કરશે જ્યારે સૂર્ય ભગવાન છઠ્ઠા ભાવમાં ગોચર કરશે.
- તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે.
- તમે તમારા ગુપ્ત શત્રુઓ પર પણ વિજય મેળવશો.
- આ સમયે તમને તમારા કરિયરમાં પણ લાભ મળશે.
- તમારી વાતોનો લોકો પર સારો પ્રભાવ પડશે.
- આ સમયગાળા દરમિયાન તમને કોર્ટના મામલામાં પણ સફળતા મળી શકે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)